BZ ફાયનાન્સ કૌભાંડ: આરોપી ભૂપેન્દ્ર ઝાલાની 32 મિલકતો ટાંચમાં લેવાઈ
બીઝેડ ફાયનાન્સ કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાની મુશ્કેલીઓ વધી છે. ગૃહ વિભાગે ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (GPID) એક્ટ હેઠળ આરોપીની આશરે 32 જેટલી મિલકતો ટાંચમાં લીધી છે. આ કાર્યવાહી હિંમતનગર, મોડાસા, માણસા, તલોદ અને માલપુર સહિતના વિસ્તારોમાં કરવામાં આવી છે.
હિંમતનગર કોર્ટે આ મિલકતો ટાંચમાં લેવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના અંતિમ ચુકાદા સુધી આ મિલકતોના કોઈપણ પ્રકારના હસ્તાંતરણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી કૌભાંડના ભોગ બનેલા લોકોને રાહત મળવાની શક્યતા છે.