ગાંધીનગર

“આહાર એ જ ઔષધ” આજના સમયની સૌથી મોટી ધ્યાન આપવા જેવી બાબત આપણો સંતુલિત અને પૌષ્ટીક આહાર છે: મંત્રી મહિલા અને બાળ કલ્યાણ

મહિલા અને બાળ વિકાસ વિભાગની આઇ.સી.ડી.એસ. યોજના અંતર્ગત અમદાવાદ ઝોનની વિભાગીય નાયબ નિયામકશ્રીની કચેરી દ્વારા પોષણ ઉત્સવ-૨૦૨૪- ટેક હોમ રેશન અને શ્રી અન્ન (મિલેટ) માંથી બનતી વાનગીની પૌષ્ટીક વાનગી સ્પર્ધા નું આયોજન મંત્રીશ્રી મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા શ્રીમતી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં થયું હતું. આ અવસરે મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતે “આહાર એ જ ઔષધ” એ મંત્રને સાકાર કરતા “પોષણ ઉત્સવ” થકી બાળકો, કિશોરીઓ અને માતાઓના આરોગ્ય અને પોષણમાં સુધારો કરવા માટે નોંધનીય કામગીરી કરી સમગ્ર દેશ માટે ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આ ઉત્સવ થકી વધુ ને વધુ લોકોને પોષણ યજ્ઞમાં જોડાવા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ ૨૦૪૭ના વિકસિત ભારતની સંકલ્પનાને પૂર્ણ કરવા ભાગીદાર થવા આહ્વાન કર્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ″સહી પોષણ દેશ રોશન”ના આહવાનને ચરિતાર્થ કરવા રાજ્ય સરકારે પોષણલક્ષી અનેક નવતર આયામો હાથ ધર્યા છે. પોષણ ઉત્સવ અંતર્ગત પોષણક્ષમ આહાર તથા આરોગ્યપ્રદ ભારતના નિર્માણ તરફ સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. પોષણ ઉત્સવ થકી વિવિધ થીમ અંતર્ગત પોષણ પ્રત્યે જાગૃતિ લાવવા પોષણ આહારને પ્રદર્શિત કરતી પૌષ્ટીક વાનગીઓ રજૂ કરાઈ હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને મહિલા બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં કુપોષણને નાથવા, બાળકો અને મહિલાઓના પોષણમાં સુધારો કરવાના હેતુથી અનેકવિધ નવતર પહેલો હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં જ પોષણ પખવાડીયા ૨૦૨૫ અંતર્ગત રાજ્યભરમાં કુલ ૪૦.૮૩ લાખથી વધુ પોષણલક્ષી પ્રવૃત્તિઓ કરાઈ હતી. જે સુપોષિત ભારત તરફ વિશાળ જનમસમુદાયને સંવેદનશીલ બનાવવામાં ફાળો આપે છે. પોષણ ઉત્સવ માત્ર એક ઉજવણી નથી, પણ દરેક નાગરિકોને પોતાના જીવનમાં પોષણને કેન્દ્રસ્થાને લાવવાનો સંકલ્પ છે. શારીરિક રીતે તંદુરસ્ત અને માનસિક રીતે સક્રિય પેઢી માટે યોગ્ય પોષણ ફરજિયાત છે.
આવો, આપણે સૌ મળીને પોષણ માહને સફળ બનાવીએ અને “સુસ્ત જીવનશૈલી નહીં, સદા પોષણ” તરફ એક મજબૂત પગલું ભરીએ. આ કાર્યક્રમ અંતર્ગત ATN (એની ટાઈમ ન્યુટ્રિશન) બોક્ષ રાખવામાં આવેલ જેમાં મિલેટ્સના પેકેટ તેમાથી બનતી યુનીક અને સ્વાદિષ્ટ રેસીપી સાથે રાખવામા આવેલ હતી. સાથે જ લાભાર્થી માટે ઓફર રાખવામા આવેલ કે આ રેસીપીનો ઉપયોગ કરી વાનગી બનાવતા જે પણ લાભાર્થી ફોટો મોકલશે તેમને વિભાગ તરફથી ઈનામ મોકલવામાં આવશે તથા તેમનો ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવશે, ૧૩ જેટલા સ્ટોલમાં પોષણ ઉત્સવ અંતર્ગત વાનગી નિદર્શન સ્ટોલ રાખવામાં આવેલ, જેમાં વાનગી ઉત્સવના વિજેતા તથા ભાગ લેનાર તમામ માટે ઈનામની વ્યવસ્થા એસ્ટ્રલ ફાઉન્ડેશન થકી સ્વદીપ ફાઉન્ડેશન તથા યુવા અનસ્ટોપેબલ એનજીઓ તરફથી ઈનામ આપવામાં આવી હતી.
અમદાવાદ અંતર્ગત ઝોન કક્ષાના પોષણ ઉત્સવની ઉજવણીમાં આવેલ અમદાવાદ ગાંધીનગર ગ્રામ્ય અને શહેર, સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા ભાવનગર ગ્રામ્ય અને શહેર, સુરેન્દ્રનગર બોટાદ, મહેસાણા, પાટણ વગેરે જિલ્લાઓ જોડાયા હતા. આ તમામ જિલ્લાઓના ટી.એચ આર ના એક થી ત્રણ વિજેતા અને શ્રી અન્ન (મીલેટ્સ) ના એક થી ત્રણ વિજેતા વચ્ચે સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં ઝોન કક્ષાના એક થી ત્રણ વિજેતાઓ ને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આંગણવાડીના નાના ભૂલકાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી કૃતિઓ ને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ભાગલેનાર તમામ ને ભેટ આપવામાં આવેલ હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x