ગુજરાતની ગ્રામ પંચાયતોમાં ટૂંક સમમાં ચૂંટણી, વહીવટદારોના શાસનનો અંત
ગુજરાતની ગ્રામ પંચાયતોમાં ઘણા સમયથી વહીવટદારોનું શાસન ચાલી રહ્યું છે, પરંતુ હવે આ સ્થિતિ બદલાશે. રાજ્ય ચૂંટણી પંચે પંચાયતોની ચૂંટણી યોજવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આ મહિનાના અંત સુધીમાં ચૂંટણીની જાહેરાત થવાની શક્યતા છે. 30મી જૂને મુદત પૂર્ણ થતી પંચાયતો માટે બેલેટ પેપરથી ચૂંટણી યોજાશે, જેમાં ઈવીએમનો ઉપયોગ નહીં થાય.
ચૂંટણી પંચે કલેક્ટરોને ચૂંટણી માટે સજ્જ રહેવા આદેશ આપ્યો છે, જેમાં મતદાન મથકો નક્કી કરવા, સ્ટાફની તાલીમ અને ચૂંટણી સામગ્રીની ખરીદી જેવી બાબતોનો સમાવેશ થાય છે. સરપંચ બનવા માટે દાવેદારોએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે, તલાટીઓની અછતના કારણે પંચાયતોનો વહીવટ ખોરવાયો છે, ત્યારે હવે ચૂંટણીથી ચૂંટાયેલી પાંખ શાસન કરશે.