ભિલોડામાં વિશ્વ હાયપરટેન્શન દિવસની ઉજવણી યોજાઈ
ગુજરાત રાજય સરકારની ગાઈડ – લાઈન મુજબ અરવલ્લી જીલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીની સુચના મુજબ ભિલોડા તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તા. ૧૭મી મે “વિશ્વ હાયપરટેન્શન દિવસ” ની ઉજવણીના ભાગરૂપે મામલતદાર કચેરી, ભિલોડામાં કિશનગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મેડિકલ ઓફિસર, સી.એચ.ઓ. નોડલ, આરોગ્ય વિભાગ સ્ટાફ પરીવાર દ્વારા એન.સી.ડી. કેમ્પ ભિલોડા મામલતદાર બી.જી.ડાભી ના વરદ્ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.ભિલોડા મામલતદાર સહિત તમામ અધિકારીઓ, કર્મચારીઓનું એન.સી.ડી. સ્ક્રીનીંગ કર્યું હતું.જરૂરી આરોગ્ય શિક્ષણ, કાઉન્સિલિંગ, આરોગ્ય વિષયક સેવાઓ આપી હતી.સમગ્ર કાર્યક્રમની માહિતી S.B.C.C – ટીમ, ભિલોડા દ્વારા આપી હતી.