મેદસ્વિતા મુક્ત ગુજરાત અને કાઉન્ટ યોગ પ્રોટોકોલ માટે માલપુરમાં યોગ શિબિર યોજાઈ
ગુજરાત રાજ્ય બોર્ડ ગાંધીનગર દ્વારા અરવલ્લી જિલ્લાના માલપુર શહેરમાં આજરોજ મેદસ્વિતા મુક્ત ગુજરાત અને પ્રોટોકોલ પ્રશિક્ષણની યોગ શિબિર યોજવામાં આવી. સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમ માં મેદસ્વીતા મુક્તિ માટે દેશવાસીઓને અપીલ કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાત માં તે માટે યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન 2025 ની ઉજવણીના ભાગરૂપે કાઉન્ટ ડાઉન યોગ શિબિર ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્યશ્રી ભિખીબેન પરમાર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ઝોન કો.ઓડીનેટર પિન્કી બેન મેકવાન,સોશ્યલ મીડિયા કો. ઓડીનેટર સોનલબેન દરજી, માલપુર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભાગ્યશ્રીબેન પંડ્યા, અરવલ્લી જિલ્લા પંચાયત સદસ્ય રાજન પ્રણામી,અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટી સંગઠન માલપુર પ્રમુખશ્રી ભાર્ગવભાઈ પટેલ, ઉપાધ્યક્ષ હિન્દુ સનાતન હર્ષ પંડ્યા, માલપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખશ્રી સંજયભાઈ પટેલ,પ્રમુખશ્રી જાયન્ટસ ગ્રુપ શૈલેષભાઈ પટેલ, વગેરે મહેમાનો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન અરવલ્લી જિલ્લા જયેન્દ્રભાઈ મકવાણાએ કર્યું હતું.