બાગાયત યોજનાઓ માટે I-ખેડૂત પોર્ટલ 20 મેથી 19 જૂન સુધી ખુલ્લું રહેશે
બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા ખેડુતોએ https://ikhedut.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરવા સારું વર્ષ ૨૦૨૫-૨૬ માટે તા. 20/05/2025 થી 19/06/2025 સુધી પોર્ટલ ખોલવામાં આવેલ છે. ચાલુ વર્ષથી નવીન આઇ-ખેડૂત પોર્ટલ પર નોંધણી કર્યા બાદ જ અરજી કરી શકાશે. તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી જે અરજીની પ્રીન્ટ લઇ પોતાની પાસે જ રાખવાની રહેશે, જેની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સહિત આપના જિલ્લાની બાગાયત કચેરી ખાતે જમાં કરાવવાના રહેશે.
ખેડૂતોએ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે, લો કોસ્ટ/ નાનાભાઈ મશરૂમ ઉત્પાદન એકમ, સંકલિત ગોલ્ડ ચેઇન પ્રોજેક્ટ,મોદીફાઇડ રિટેલ રિફારવાન રિટેઈલ કાઉન્ટર સાથે, મલ્ચીંગ, રાજ્યમાં બાગાયતી પેદાશો માટે શીત સંગ્રહ (કોલ્ડ સ્ટોરેજ ૫,૦૦૧ થી ૧૦,૦૦૦ મે.ટન સુધી) ક્ષમતા વધારવાનો કાર્યક્રમ જેવા ઘટકો માટે તા. ૧૬/૦૫/૨૦૨૫ થી ૧૫/૦૬/૨૦૨૫ સુધી તેમજ કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, મીશન મધમાખી કાર્યક્રમ, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટના સાધનો (વજનકાંટા તથા પ્લાસ્ટિક કેટ્સ) જેવા ઘટકો માટે મુલ્યવર્ધન માટે સેકન્ડરી પ્રોસેસીંગ યુનિટ જેવા ઘટકો માટે આઇ-ખેડુત પોર્ટલ ઓનલાઈન અરજીઓ મેળવવા માટે ખુલ્લું મુકવામાં આવેલ છે.
આમ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ સહાયનો લાભમેળવવા માગતા તમામ અરજદારોએ નવીન આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા વિનંતી છે. તેની નોંધ લેવા સૌ અરજદારોને નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા જણાવવામાં આવે છે. આ અંગે વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, સહયોગ સંકુલ, પાંચમો માળ,સી-વીંગ,સેક્ટર 11, ગાંધીનગર ખાતે રૂબરૂ સંપર્ક કરી શકાશે