અમેરિકા: હાર્વર્ડ યુનિવર્સિટીનો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પ્રોગ્રામ બંધ, હજારો વિદ્યાર્થીઓ પર અસર
અમેરિકાની પ્રતિષ્ઠિત હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ઈચ્છતા હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના સપના પર પાણી ફરી વળ્યું છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ચાલી રહેલા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પ્રોગ્રામને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને કારણે હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકશે નહીં.
આ નિર્ણય હાર્વર્ડ યુનિવર્સિટીને ટ્રમ્પ સરકારની શરતો સ્વીકારવાનો ઇનકાર કરવા બદલ ભારે પડ્યો છે. અગાઉ પણ ટ્રમ્પ સરકારે યુનિવર્સિટીનું ફંડિંગ બંધ કર્યું હતું. જોકે, ટ્રમ્પ સરકારે યુનિવર્સિટી સમક્ષ કેટલીક શરતો મૂકી છે. જો યુનિવર્સિટી આ શરતોને 72 કલાકની અંદર સ્વીકારી લે, તો હાલ ત્યાં અભ્યાસ કરી રહેલા લગભગ 6800 જેટલા વિદ્યાર્થીઓને રાહત મળી શકે છે. આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય શિક્ષણ અને યુનિવર્સિટીઓની સ્વાયત્તતા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.