ahemdabadગાંધીનગર

ગાંધીનગર: PMના આગમનને લઈ No Drone Flying Zoneને લઈ જાહેરનામું પ્રસિદ્ધ

ચાલુ મહિનાની 26 અને 27 મે, 2025ના રોજ ભારતના વડાપ્રધાન ગાંધીનગરની મુલાકાતે આવવાના છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે અને અમદાવાદ એરપોર્ટથી મોટરમાર્ગે રાજભવન પધારશે. 27 મે, 2025ના રોજ વડાપ્રધાન રાજભવનથી મહાત્મા મંદિર સુધી રોડ શો કરશે અને મહાત્મા મંદિરના કાર્યક્રમમાં હાજરી આપશે.

વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, જિલ્લા મેજિસ્ટ્રેટ, ગાંધીનગર દ્વારા 26 મે, 2025ના રોજ બપોરે 2 વાગ્યાથી 27 મે, 2025ના રોજ બપોરે 2 વાગ્યા સુધી વડાપ્રધાનના પ્રવાસ માર્ગને “નો ડ્રોન ફ્લાઈંગ ઝોન” (No Drone Flying Zone) જાહેર કરાયો છે. આ સમયગાળા દરમિયાન રીમોટ કંટ્રોલથી ચાલતા ડ્રોન, ક્વાડકોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઇડર, પેરાગ્લાઇડર, પેરા મોટર, હોટ એર બલૂન અને પેરા જમ્પિંગ જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ રહેશે. આ પ્રતિબંધનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, 2023 ની કલમ 223 મુજબ શિક્ષાને પાત્ર થશે. જોકે, પોલીસ વિભાગ અને સુરક્ષા દળોને આ હુકમ લાગુ પડશે નહીં.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x