હરિયાણા: ઉત્તરાખંડના એક જ પરિવારના સાત સભ્યોના મૃતદેહ કારમાંથી મળ્યા
હરિયાણાના પંચકૂલામાં સોમવારે મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના બની છે. મૂળ ઉત્તરાખંડના એક જ પરિવારના સાત લોકોના મૃતદેહ સેક્ટર 27માં એક ખાલી પ્લોટમાં ઊભેલી કારમાંથી મળી આવ્યા હતા. પ્રાથમિક આશંકા મુજબ, દંપતી, તેમના ત્રણ બાળકો અને બે વૃદ્ધોએ ઝેર ખાઈને સામૂહિક આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને FSL ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સૌપ્રથમ તમામને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા, જ્યાં એક વ્યક્તિ સિવાય તમામને મૃત જાહેર કરાયા. બાદમાં બચેલી વ્યક્તિનું પણ સરકારી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. કારમાંથી ખાવા-પીવાનો સામાન અને ઉત્તરાખંડની નંબર પ્લેટ મળી છે, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.