ભારતમાં કોરોના કેસ 1 હજારને પાર
ભારતમાં કોરોના વાયરસ ફરી માથું ઊંચકી રહ્યો છે, જેના કારણે આ વર્ષે પ્રથમ વખત દેશમાં એક્ટિવ કેસનો આંકડો ૧૦૦૦ને પાર કરી ગયો છે. કુલ ૨૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાના નવા કેસ નોંધાયા છે, જેમાં છેલ્લા એક સપ્તાહમાં જ ૭૦૦થી વધુ કેસનો વધારો જોવા મળ્યો છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ, કેરળમાં સૌથી વધુ ૪૩૦, મહારાષ્ટ્રમાં ૨૦૯ અને દિલ્હીમાં ૧૦૪ એક્ટિવ કેસ છે. ગુજરાત, કર્ણાટક, હરિયાણા, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં પણ કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. નવા વેરિઅન્ટ્સ NB.1.8.1 અને LF.7 નો પણ અભ્યાસ ચાલી રહ્યો છે. રાજ્યોને ICU બેડ, ઓક્સિજન સહિતની જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા આદેશ અપાયા છે.