ગાંધીનગરરાષ્ટ્રીય

પીએમ મોદી આજે ગાંધીનગરમાં ₹5,536 કરોડના આરોગ્ય પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે, 27મી મેના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં એક વિશેષ કાર્યક્રમમાં ₹5,536 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં ₹672 કરોડના બે મુખ્ય આરોગ્યલક્ષી પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. વડાપ્રધાનના હસ્તે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ₹84 કરોડના ખર્ચે નિર્મિત UN મહેતા ઇન્સ્ટિટ્યુટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના સેટેલાઇટ સેન્ટરનું ઇ-લોકાર્પણ કરાશે. 96 બેડનું આ સેન્ટર અત્યાધુનિક ઓપરેશન થિયેટર, કેથલેબ અને ICU સુવિધાઓથી સજ્જ હશે, જે ગાંધીનગર અને આસપાસના વિસ્તારોને લાભ આપશે.

આ ઉપરાંત, અમદાવાદ સિવિલ મેડિસિટીમાં ₹588 કરોડના ખર્ચે નિર્માણ પામનારી 1800 બેડની હોસ્પિટલનું ઇ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. જેમાં 1300 જનરલ અને 500 ચેપી રોગના બેડ હશે. આ હોસ્પિટલ અમદાવાદની વધતી વસ્તી માટે આશીર્વાદરૂપ બનશે અને કોવિડ જેવી પરિસ્થિતિ માટે પણ તૈયાર રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x