ગુજરાત

દ્વારકાની ગોમતી નદીમાં કરુણ દુર્ઘટના: સ્નાન કરતા ૭ શ્રદ્ધાળુઓ ડૂબ્યા, એક યુવતીનું નિધન

દ્વારકા: ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં વેકેશનના કારણે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે આજે એક દુઃખદ ઘટના બની. ગોમતી નદીમાં સ્નાન કરી રહેલા સાત પ્રવાસીઓ પાણીમાં ડૂબી ગયા, જેમાં ચાર યુવકો અને ત્રણ યુવતીઓનો સમાવેશ થાય છે.

આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. ડૂબી ગયેલા તમામ લોકોને પાણીમાંથી બહાર કાઢીને સત્વરે દ્વારકાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જોકે, દુર્ભાગ્યવશ, આ દુર્ઘટનામાં એક યુવતીનું અવસાન થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિની હાલત હજુ પણ ગંભીર હોવાનું જણાવાયું છે. આ ઘટનાને પગલે સમગ્ર દ્વારકામાં શોક અને ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *