ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

ગાંધીનગર અક્ષરધામ વિશે જાણવા માંગો છો તે બધું! પ્રમુખસ્વામીએ કર્યું’તું જાણીતું

tg5rt_1471112623
ગાંધીનગર:બીએપીએસ સંસ્થાનાં વડા અને સ્વામિનારાણ સંપ્રદાયના પૂ. પ્રમુખ સ્વામી મહારાજનું ગાંધીનગર ખાતેના અક્ષરધામ મંદિરમાં છેલ્લુ આગમન 1 ઓગષ્ટ 2014ના રોજ થયુ હતું. ત્યારે તેઓ 5મી ઓગષ્ટ સુધી ગાંધીનગર ખાતેના મંદિરમાં રોકાયા હતાં. તે પછી પૂ.સ્વામી બાપા 6 ઓગષ્ટે અમેરિકા જવા માટે ગાંધીનગરથી રવાના થયા હતાં. ગાંધીનગર ખાતેનું આ તેમનું છેલ્લુ સંભારણું હતું. તેને આજે ગાંધીનગર ખાતેના સેંકડો હરિભક્તોએ યાદ કરતા હતાં.

ગાંધીનગરને અક્ષરધામની ભેટ આપી ગાંધીનગર શહેરને વિશ્વમાં જાણીતુ કરનારા પ્રમુખસ્વામી મહારાજનું ગાંધીનગરની ભૂમી ઉપર 1970માં પ્રથમ વખત આગમન પૂ.યોગીજી મહારાજ સાથે થયુ હતું. દરમિયાન યોગીજી મહારાજની શતાબ્દી મહોત્સવ નિમિત્તે 30મી ઓક્ટોબર 1992ના રોજ (લાભપાંચમ) ગાંધીનગર ખાતેનું અક્ષરધામ મંદિર પ્રમુખસ્વામી મહારાજની હાજરીમાં ખુલ્લુ મુકાયુ હતું. એટલે કે તે દિવસે મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો. આ મંદિરના નિર્માણ પાછળ તેમણે અનેક જવાબદારીઓ વહન કરી હતી.

ગાંધીનગર ખાતેના અક્ષરધામ મંદિરના નિર્માણ બાદ ઉત્તર ગુજરાતના લાખો હરિભક્તો માટે ગાંધીનગર એક નજીકનું ધામ પુરવાર થયુ હતું. પ્રમુખસ્વામી મહારાજ ઉત્તર ગુજરાતના લાખો ભક્તોના જીવનમાં પરિવર્તન લાવ્યા હતાં. અમેરિકાનાં ન્યૂજર્સી ખાતે નિર્માણાધીન રોબિન્સવિલે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા માટે પ્રમુખસ્વામી ગાંધીનગરથી રવાના થયા હતાં. પ્રમુખ સ્વામીએ હરિભકતો સમક્ષ દર્શન આપ્યા હતા, તે દિવસ જોગાનુજોગ શનિવાર હતો. તે દિવસે પ્રમુખ સ્વામીની નિશ્રામાં હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા.

2014 સુધીમાં 40 વખત ગાંધીનગરમાં આગમન

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રમુખસ્વામી મહારાજ ગાંધીનગર ખાતે અક્ષરધામ મંદિરના નિર્માણ બાદ તેના ઉદઘાટન પ્રસંગે ઓક્ટોબર 1092માં ગાંધીનગર આવ્યા હતાં. ત્યારે તેઓ ઘણાં સમય માટે રોકાયા હતાં. તે પછી છેલ્લે ઓગષ્ટ 2014માં ગાંધીનગર આવ્યા હતાં. આમ 1992થી 2014 સુધીના 22 વર્ષના સમયગાળામાં પ્રમુખસ્વામીનું 40 વખત ગાંધીનગરમાં આગમન થયુ હતું. તેમના આગમન વખતના તમામ પ્રસંગો યાદગાર બની રહ્યાં છે.

ગાંધીનગર અક્ષરધામ વિશે જાણવા માંગો છો તે બધું

અક્ષરધામએ ગાંધીનગરના સેક્ટર ૨૦માં આવેલું છે. તેની ઊંચાઈ ૧૦૮ ફૂટ, લંબાઈ ૨૪૦ ફૂટ,પહોળાઈ ૧૩૧ ફૂટ છે. અક્ષરધામ મંદિર એ ગાંધીનગરનું મોટામાં મોટું મંદિર છે. જે સહજાનંદ સ્વામીનું મંદિર છે. મંદિરમાં દર્શન ઉપરાંત જોવાલાયક આકર્ષણોમાં વોટર શો, સહજાનંદ વન બાગ (૬,૪૫,૬૦૦ સ્ક્વેર ફૂટ ), આર્ષ રિસર્ચ સેન્ટર આવેલ છે. ત્યાં વિકલાંગો માટે વ્હીલ ચેરની વ્યવસ્થા પણ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x