ગાંધીનગરગુજરાત

ફેસબુકમાં ‘બાપુ ફોર ગુજરાત CM’ પોસ્ટ થતાં ખળભળાટ

tgtklzki_1471119048

ગાંધીનગર:ભાજપમાં મુખ્યમંત્રીના પદને લઇને ભારે સ્પર્ધા ચાલી પછી કોંગ્રેસ પણ વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી મુખ્યમંત્રીનો ઉમેદવાર જાહેર કરીને લડવાની તૈયારી કરી રહી હોવાની વાત બહાર આવતા જ આંતરિક સ્પર્ધા પરાકાષ્ઠાએ પહોંચી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાના નામે ‘બાપુ ફોર ગુજરાત સીએમ’ તેવી ફેસબુકમાં પોસ્ટ ફરતી થતા અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. જોકે કયારેક બાપુના ફોટા અદશ્ય થઇ જાય છે અને સોશિયલ મીડિયાનું જાણીતું પાત્ર ‘બકો’ આવી જાય છે. આ મુદ્દે શંકરસિંહ વાઘેલાનો સંપર્ક કરતા તેમણે નો કોમેન્ટ એવું કહ્યું હતું. જ્યારે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને પૂછતા તેમણે પણ નો કોમેન્ટ તેવું કહ્યું હતું. આ મુદ્દે પ્રદેશ પ્રવકત્તા ડો. મનીષ દોશીને પૂછતા તેમણે કહ્યું હતું કે ભાજપ સરકારમાં હક માટે લડતા નાગરિકોને લાઠીઓ ખાવી પડે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x