ગાંધીનગરગુજરાત

ગુજરાત: કોન્સ્ટેબલ પરીક્ષાના કોલ લેટર આજથી ડાઉનલોડ કરી શકાશે

ગાંધીનગર: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી ૧૫મી જૂન, ૨૦૨૫ના રોજ યોજાનારી લોકરક્ષક (કોન્સ્ટેબલ)ની લેખિત પરીક્ષાના કોલ લેટર આજથી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યા છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A== પરથી પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે, તેમ પોલીસ ભરતી બોર્ડે જણાવ્યું છે. તમામ સંબંધિત ઉમેદવારોને પરીક્ષામાં જતા પહેલા કોલ લેટરની પ્રિન્ટ કાઢી લેવા વિનંતી કરવામાં આવી છે.

લોકરક્ષક દળ (પોલીસ કોન્સ્ટેબલ)ની આ લેખિત પરીક્ષા કુલ ૨૦૦ ગુણની રહેશે, જેમાં ૨૦૦ બહુવિકલ્પ પ્રશ્નો (MCQ) પૂછવામાં આવશે. પરીક્ષાનો કુલ સમય ૩ કલાક (૧૮૦ મિનિટ)નો રહેશે. આ પરીક્ષા બે ભાગમાં વિભાજિત હશે: ભાગ-A અને ભાગ-B. ભાગ-A કુલ ૮૦ ગુણનો રહેશે, જેમાં ૮૦ MCQ પ્રશ્નો પૂછવામાં આવશે. આ ભાગમાં ઉત્તીર્ણ થવા માટે ઉમેદવારોએ ઓછામાં ઓછા ૪૦% ગુણ મેળવવા ફરજિયાત છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *