ગુજરાત

ગુજરાતમાં ગ્રામ પંચાયત ચૂંટણી: ૭૫૧ પંચાયતો સમરસ જાહેર, ભાવનગર ટોચ પર

ગાંધીનગર: આગામી ૨૨મી જૂને યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા રાજ્ય ચૂંટણી પંચે મહત્વની જાહેરાત કરી છે. ધારાસભ્યો, પ્રધાનો અને આગેવાનો દ્વારા સમરસ પંચાયત બનાવવાના પ્રયાસો અને લાખો રૂપિયાના ઇનામો-ગ્રાન્ટની જાહેરાતોના પરિણામે, રાજ્યની ૭૫૧ ગ્રામ પંચાયતો સંપૂર્ણપણે બિનહરીફ જાહેર થઈ છે. બિનહરીફ થયેલી પંચાયતોમાં ભાવનગર જિલ્લો ૧૦૨ પંચાયતો સાથે મોખરે છે. ત્યારબાદ જામનગરમાં ૬૦ અને બનાસકાંઠામાં ૫૯ પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે. જોકે, કેટલીક પંચાયતોમાં વિવાદને કારણે ચૂંટણીનો બહિષ્કાર પણ કરવામાં આવ્યો છે, જ્યાં એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યું નથી.

નોંધનીય છે કે, ગ્રામ પંચાયત ચૂંટણી માટે ૨૨મી જૂને મતદાન થશે અને ૨૫મી જૂને પરિણામ જાહેર થશે. આ પહેલા, ૧૯મી જૂનના રોજ કડી અને વિસાવદર બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે, જેના માટે મંગળવારે સાંજે ચૂંટણી પ્રચાર શાંત થયો હતો. આ સમરસ પંચાયતો ગુજરાતના ગ્રામીણ ક્ષેત્રે સહમતિ અને વિકાસની ભાવના દર્શાવે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *