શિક્ષણના ઉત્સવમાં અધિકારીઓ-અગ્રણીઓની ઉપસ્થિતિ: સરડોઈ શાળા પ્રવેશોત્સવ સફળ
મોડાસા: મોડાસા તાલુકાની સરડોઈ પ્રાથમિક શાળામાં આજે આયોજિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ એક સફળ કાર્યક્રમ બન્યો હતો, જેમાં સરકારી અધિકારીઓ, સામાજિક અગ્રણીઓ અને દાતાશ્રીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિ જોવા મળી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર અને એડિશનલ કલેક્ટર શ્રી આર.એમ. કુંચાલા સાહેબ તથા લાઇસન અધિકારી શ્રી કુંદનબેન રાઠોડની હાજરીએ કાર્યક્રમની ગરિમા વધારી હતી.
આ પ્રસંગે દાતા શ્રી ઈશ્વરભાઈ ભાવસાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને તેમનું સન્માન પણ કરાયું હતું. શિક્ષણ મોતીભાઈ નાયક, સી.આર.સી સભ્ય હરપાલસિંહ, ડેપ્યુટી સરપંચ અમૃતભાઈ સહિત ગામના અગ્રણીઓ અને શાળાના આચાર્યશ્રી વિનોદભાઈ પટેલ, જતીનભાઈ પટેલ, પ્રિયાબેન તથા સર્વે શાળા પરિવારે સાથે મળીને આજના પ્રવેશોત્સવ અને કેળવણી મહોત્સવને સફળ બનાવ્યો હતો, જે ગ્રામ્ય કક્ષાએ શિક્ષણ પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે.