વડાપ્રધાન મોદીનો ૮ દિવસીય ૫ દેશોનો મેગા પ્રવાસ: ઘાનાથી નામિબિયા સુધી વ્યૂહાત્મક મુલાકાતો
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨ જુલાઈથી ૧૦ જુલાઈ દરમિયાન ૮ દિવસના મેગા પ્રવાસે પાંચ મહત્વપૂર્ણ દેશોની મુલાકાત લેશે. જેમાં ઘાના, ત્રિનિદાદ-ટોબૈગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાનો સમાવેશ થાય છે. આમાંથી મોટાભાગના દેશોની વડાપ્રધાન તરીકેની તેમની આ પ્રથમ મુલાકાત હશે, જે ભારતની વધતી વૈશ્વિક પહોંચ અને આ દેશો સાથેના વ્યૂહાત્મક સંબંધોને દર્શાવે છે. પ્રવાસની શરૂઆત ઘાનાથી થશે, જ્યાં ૩૦ વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાન જઈ રહ્યા છે. ત્યારબાદ તેઓ ત્રિનિદાદ-ટોબૈગો અને આર્જેન્ટિનાની મુલાકાત લેશે. બ્રાઝિલમાં તેઓ બ્રિક્સ સમિટમાં ભાગ લેશે અને અંતે નામિબિયા જશે. આ પ્રવાસ દરમિયાન અનેક આર્થિક, રાજદ્વારી અને સંરક્ષણ કરારો થવાની સંભાવના છે, જે ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધોને વધુ મજબૂત બનાવશે.