સાદરા પ્રાથમિક શાળામાં ‘અચીવ એજ્યુકેશન ટ્રસ્ટ’ દ્વારા ગણવેશ અને ચોપડાનું દાન
ગાંધીનગર તાલુકાની સાદરા પ્રાથમિક શાળામાં અચીવ એજ્યુકેશન ટ્રસ્ટ (અજય સર) દ્વારા સમાજ સેવાના ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા શાળાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ગણવેશનું દાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ધોરણ 7 અને 8 ના વિદ્યાર્થીઓને ચોપડાઓનું દાન કરી, તેમના શિક્ષણમાં મદદરૂપ થયા હતા. શાળાના પુસ્તકાલય માટે એક તિજોરી પણ ભેટ આપવામાં આવી હતી, જે વિદ્યાર્થીઓના જ્ઞાનવર્ધન માટે ઉપયોગી થશે.
સાદરા ગામના વતની એવા અજયસર હંમેશા પોતાની ગામની શાળાની જરૂરિયાતો પૂરી કરવા તત્પર રહે છે. આ પ્રસંગે તેમણે ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે ફ્રી ટ્યુશન ક્લાસીસ શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી, જેનો લાભ અનેક બાળકો લઈ શકશે. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય રંજનબેન પટેલ, તમામ સ્ટાફ, એસ.એમ.સી. અધ્યક્ષ, સભ્યો, ગ્રામજનો, વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક ધર્મેન્દ્રભાઈ રાવલે કર્યું હતું.