સાદરાની દીકરીએ CETમાં મેળવ્યું પ્રથમ સ્થાન, જ્ઞાનશક્તિ સ્કૂલમાં પ્રવેશ
ગાંધીનગર તાલુકાના સાદરા ગામ માટે ગૌરવની ક્ષણ આવી છે. સાદરા ગામે રહેતા વિષ્ણુભાઈ રાવળની દીકરી કુ. અપેક્ષા વિષ્ણુભાઈ રાવળ (Apeksha Vishnubhai Raval) એ ધોરણ ૫ માં, માર્ચ ૨૦૨૫ માં રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (Common Entrance Test) માં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. તેણે સાદરા કેન્દ્રમાં પ્રથમ નંબર મેળવીને જ્વલંત સફળતા હાંસલ કરી છે.
અપેક્ષા, સાદરા કેન્દ્રમાંથી આ પરીક્ષા પાસ કરનાર એકમાત્ર વિદ્યાર્થીની બનીને સાદરા ગામનું ગૌરવ વધાર્યું છે. તેની આ સિદ્ધિ બદલ તેને ગુજરાત સરકાર સંચાલિત મોડેલ સ્કૂલ “જ્ઞાનશક્તિ રેસીડેન્શીયલ સ્કૂલ ઑફ એક્સેલેન્સ (GyanShakti Residential School of Excellence)”, કડી, જી. મહેસાણા ખાતે પ્રવેશ (Admission) મળ્યો છે. અપેક્ષાની આ સિદ્ધિ બદલ સાદરા ખાતે કાર્યરત સામાજિક સંસ્થા “શક્તિ કેન્દ્ર / બાલ સંસ્કાર કેન્દ્ર” તથા તેના પરિવારે સમગ્ર સાદરા ગામ વતી તેના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. આ તેની પ્રતિભા (talent) અને સખત મહેનતનું પરિણામ છે.