કેન્સર સામે મોટી સફળતા: વૈજ્ઞાનિકોએ વિકસાવી Universal Cancer Vaccine, ઉંદરો પર સફળ પ્રયોગ
કેન્સરની (Cancer) ગંભીર બીમારી સામે લડવામાં વૈજ્ઞાનિકોને (Scientists) એક મોટી સફળતા મળી છે. ફ્લોરિડા યુનિવર્સિટીના (University of Florida) સંશોધકોએ એક mRNA વેક્સિન (Vaccine) વિકસાવી છે, જે ટ્યુમર (Tumor) સામે શરીરની રોગપ્રતિકારક શક્તિને (Immune System) મજબૂત બનાવે છે. ‘નેચર બાયોમેડિકલ એન્જિનિયરિંગ’ (Nature Biomedical Engineering) માં પ્રકાશિત અભ્યાસ મુજબ, આ રસીનો ઉંદરો પરનો પ્રયોગ (Experiment) સફળ રહ્યો છે, જોકે મનુષ્યો પર તેના પરિણામો (Results) હજુ સ્પષ્ટ નથી.
આ રસીની ખાસિયત એ છે કે તે કોઈ ચોક્કસ ટ્યુમર પ્રોટીનને (Tumor Protein) લક્ષ્ય બનાવતી નથી, પરંતુ કેન્સર (Cancer) વિરુદ્ધ એક સામાન્ય રોગપ્રતિકારક પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે. યુ.એફ. હેલ્થના (UF Health) ઓન્કોલોજિસ્ટ (Oncologist) અને મુખ્ય સંશોધક ડૉ. એલિયાસ સયૂરે (Dr. Elias Sayour) જણાવ્યું કે, જો મનુષ્યો પર પણ આવા જ પરિણામો મળે તો આ રસી સર્જરી (Surgery), રેડિયેશન (Radiation) કે કીમોથેરેપી (Chemotherapy) વિના કેન્સરની (Cancer) સારવારનો (Treatment) નવો રસ્તો ખોલી શકે છે. આ સંશોધન એક યુનિવર્સલ કેન્સર વેક્સિન (Universal Cancer Vaccine) ની શક્યતા સૂચવે છે, જે કોઈપણ પ્રકારના કેન્સર (Cancer) સામે અસરકારક સાબિત થઈ શકે છે.