ગાંધીનગર જિલ્લા પંચાયતના સરદાર હોલ ખાતે જિલ્લા કક્ષાનો એક દિવસીય વર્કશોપ યોજાયો
ગાંધીનગર જિલ્લા પંચાયતના સરદાર હોલ ખાતે તારીખ 22/7/25 ના રોજ પી.એ.આઇ ડેટા ડિસેમિનેશન માટે જિલ્લા કક્ષાના એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું ઉક્ત વર્કશોપમાં પી. એ.આઈ. સ્કોર કઈ રીતે જોઈ શકાય તે અંગેની સમજ આપવામાં આવી તેમજ જે થીમમાં ઓછો સ્કોર મેળવેલ હોય તેમાં કામગીરી સુધારવા માટે કયા ડેટા પોઇન્ટસ પર ધ્યાન કેન્દ્રિત કરવું તે અંગેની પણ સમજ આપવામાં આવી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગાંધીનગર, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ ,જિલ્લા પંચાયતના તમામ શાખા અધિકારીશ્રીઓ તથા PAI સાથે જોડાયેલા અન્ય અધિકારીશ્રીઓ કર્મચારીઓ વધુ સંખ્યામાં હાજર રહેલ હતા.