BREAKING: ગાંધીનગરમાં હિટ એન્ડ રન: રાંદેસણ નજીક કારચાલકે 4ને ઉડાવ્યા, એકનું મોત, 3 ગંભીર
ગાંધીનગરમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો છે. રાંદેસણ પાસે સિટી પ્લસ સિનેમા સામે એક પુરપાટ ઝડપે આવતી હેરિયર કારે ચાર લોકોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માત સર્જનાર કારચાલક નશામાં ધૂત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ઉશ્કેરાયેલા ટોળાએ કારચાલકને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી કારચાલકને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી સવાલો ઉભા થયા છે.