ગાંધીનગર GIDCની ખાનગી કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણીનો જથ્થો કેનાલમાં છોડાતા થઈ ફરિયાદ
ગાંધીનગર :
ગાંધીનગર શહેરનાં કોલવડા ગામ પાસે આવેલી GIDC ની બાજુમાં એક નાની કેનાલ આવેલી છે જેમા ખાનગી કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે જેથી રસ્તા માં નીકળતા રાહદારીઓ તેમજ માલઢોર ને ઝેરી વાતાવરણ થી હેરાન પરેશાન થવું પડી રહ્યું છે. જે અંગે સ્થાનિક રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લેવા માટે રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી
અને જેના કારણે હાલ આજુબાજુના વિસ્તારના ખેડૂતોના મુંગા પશુઓ આ કેમિકલ યુક્ત પાણી પીવાથી મૃત્યુ પામે છે અને જ્યારે વરસાદ વરસે ત્યારે તો કેનાલ માં ફિણ ફિણ થઈ ને વાદળો ની જેમ રસ્તા ઉપર પણ આવી જવાથી અવરજવર કરતા વાહનચાલકો ને ભારે હાલાકી વેઠવી પડતી હોય છે. જેથી આવી ખાનગી કંપનીઓ દ્વારા છોડવામાં આવતા ગેરકાયદે કેમિકલયુક્ત પાણીને અટકાવવામાં આવે તેવી કોલવડાના રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે.