ભારત-કેનેડા સંબંધોમાં સુધાર: કેનેડા સરકારે PGP કાર્યક્રમ ફરી શરૂ કર્યો
કેનેડાની માર્ક કાર્ની સરકારે ભારત સાથેના સંબંધો સુધારવા માટે એક નવી પહેલ કરી છે. સરકારે ભારતીય મૂળના કેનેડિયન નાગરિકો અને સ્થાયી નિવાસીઓ માટે માતા-પિતા અને દાદા-દાદીને કાયમી નિવાસ માટે કેનેડા બોલાવવાનો PGP (Parents and Grandparents Program) કાર્યક્રમ ફરી શરૂ કર્યો છે. આ કાર્યક્રમ ૨૮ જુલાઈથી શરૂ થયો છે અને અરજી કરવાની છેલ્લી તારીખ ૯ ઑક્ટોબર છે. આ કાર્યક્રમ હેઠળ, ઈમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટિઝનશીપ કેનેડા (IRCC) ૧૭,૮૬૦ લોકોને અરજી કરવા માટે આમંત્રણ મોકલશે. અરજી કરનારાઓએ $1,205 કેનેડિયન ડોલરની ફી ભરવાની રહેશે. આ કાર્યક્રમ દ્વારા ભારતીયો તેમના પરિવારજનોને કેનેડામાં સ્થાયી કરી શકશે અને ભૂતપૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના સમયમાં બગડેલા સંબંધોમાં સુધારો થઈ શકશે.