યમનના દરિયાકાંઠે દુઃખદ ઘટના : આફ્રિકાના શરણાર્થીઓને લઈ જતી બોટ પલટી જતાં 68થી વધુના મોત
યમનના દરિયાકાંઠે એક દુઃખદ ઘટના બની છે, જેમાં આફ્રિકાના શરણાર્થીઓને લઈ જતી એક બોટ ઊંધી વળી જતાં 68થી વધુ લોકોનાં મોત થયા છે. આ ઘટનામાં 74 લોકો હજી પણ ગુમ છે. સંયુક્ત રાષ્ટ્રની માઈગ્રેશન એજન્સી દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, આ બોટમાં 154 ઇથોપિયન શરણાર્થીઓ સવાર હતા. યમનના અબ્યાન દરિયાકિનારે મોડી રાત્રે આ બોટ ગરકાવ થઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 68 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે 12 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. ગુમ થયેલા લોકોની શોધખોળ હજી પણ ચાલુ છે. સંયુક્ત રાષ્ટ્રના ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશનના વડા એબ્દુસેટર સોઈવે આ ઘટનાની પુષ્ટિ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર શરણાર્થીઓના જોખમી પ્રવાસ અને તેમની દયનીય સ્થિતિ પર દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે.યમનના દરિયાકાંઠે દુઃખદ ઘટના : આફ્રિકાના શરણાર્થીઓને લઈ જતી બોટ પલટી જતાં 68થી વધુના મોત