આ વર્ષે “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વચ્છતા સાથે સ્વતંત્રતાની ઉજવણી”ની થીમ
ગાંધીનગર ખાતે આજે કલેકટરશ્રી મેહુલ દવેની અધ્યક્ષતામાં “હર ઘર તિરંગા” અને સ્વાતંત્ર પર્વની શાનદાર અને ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશમાં અને રાજ્યમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વચ્છતા સાથે સ્વતંત્રતાની ઉજવણી”ની થીમ ઉપર યોજાશે હર ઘર તિરંગાની ઉજવણી માટે કલેકટરશ્રીએ વેપારી સંગઠનો, જન પ્રતિનિધિઓ અને અધિકારીઓ સાથે સતત બેઠકો કરીને તડામાર તૈયારીઓ આરંભી છે .જેના ભાગ રૂપે નિયામકશ્રી, જિલા ગ્રામ વિકાસ એજન્સી, ગાંધીનગર, સરકારી કોલેજના પ્રિન્સિપાલશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, સ્ટેટ ટેક્સ ઓફિસરશ્રી, ડેપો મેનેજરશ્રી, તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રી, જનરલ મેનેજરશ્રી, જિલ્લા ઉદ્યોગ કેંદ્ર તથા ગાંધીનગરમાં આવેલા મોલ્સના પ્રતિનિધિઓ, ગેઝીયાના પ્રતિનિધિ, કિરાણા દુકાનોના એસોસિએશના પ્રમુખશ્રી, વેપારી સંગઠનોના પ્રમુખશ્રીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
કલેકટરશ્રી દ્વારા તા. ૦૨/૦૮/૨૦૨૫ થી તા. ૧૫/૦૮/૨૦૨૫ સુધીના હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી કુલ ત્રણ ફેઝની વિગતવાર આયોજન સાથેની ચર્ચા કરવામાં આવી હતી. તા. ૧૨/૦૮/૨૦૨૫ના રોજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત તમામ સરકારી ઈમારતોની સાફ સફાઈ તથા તા. ૧૩/૦૮/૨૦૨૫ ના રોજ જિલ્લા અને તાલુકા કક્ષાએ તિરંગા યાત્રા યોજાશે.
આ બેઠકમાં ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રને કલેક્ટરશ્રી મેહુલ દવેએ સેકટર ૨૧નું શાક માર્કેટ, વિવિધ મોલ્સ, કિરાણાની દુકાનો, ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વગેરે તમામ જગ્યાઓએ હર ઘર તિરંગાનુ આયોજન કરવા સૂચના આપી હતી. તેમણે કિરાણાની દુકાનો, મોલ્સ, શાક માર્કેટ વિગેરે જાહેર જગ્યાઓએ જે ક્યાં પબ્લિકની અવર જવર વધારે હોય, ત્યાં દેશ ભક્તિનો માહોલ ઉભો થાય તે મુજબ આયોજન કરવા જણાવ્યું હતું. તેમણે સેલ્ફી વિથ તિરંગા માટે શક્ય હોય ત્યાં સેલ્ફી બુથ ઉભા કરવા પણ સૂચના આપી હતી. જ્યાં પલ્બિકની અવર જવર વધારે હોઈ, ત્યાં સ્વચ્છતા જળવાય તથા તિરંગાઓથી સુશોભન કરવા જણાવ્યું હતું, જેથી પબ્લિક સુધી મેસેજ પહોંચે. તાલુકાના અન્ય ડેપો સુધી પણ આ પ્રકારનું આયોજન કરાશે.
તમામ સખી મંડળમાં હર ઘર તિરંગા તથા સેલ્ફી વીથ તિરંગાનું આયોજન કરવા અને તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને તમામ ગ્રામ પંચાયતોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવા પણ કલેકટરશ્રીએ જણાવ્યું હતું.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, મેયરશ્રી, ડે. મેયરશ્રી, ધારાસભ્યશ્રીઓ સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ, મ્યુનિસિપલ કમિશનરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, નિવાસી અધિક કલેકટરશ્રી, પ્રાંત અધિકારીશ્રી અને જિલ્લા અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.