આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીયવેપાર

ટ્રમ્પના ટેરિફથી આંતરરાષ્ટ્રીય તણાવ: ચીન, ઇઝરાયલ અને બ્રાઝિલ ભારતની પડખે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ઉત્પાદનો પર 50% ટેરિફ લગાવવાના નિર્ણય સામે, ચીન, ઇઝરાયલ અને બ્રાઝિલ જેવા દેશોએ ભારતને ખુલ્લું સમર્થન આપ્યું છે. આ નિર્ણયે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા સામે એક નવો મોરચો ખોલ્યો છે.

ઇઝરાયલનું ભારતને સમર્થન

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભારતમાં ઇઝરાયલના રાજદૂત જે.પી. સિંહ સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પના ટેરિફ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે અમેરિકા અને ભારત બંને ગાઢ મિત્રો છે અને તેમના વચ્ચેના મતભેદો જલ્દી ઉકેલાઈ જશે. નેતન્યાહૂએ ભારપૂર્વક જણાવ્યું કે, “ભારત એશિયામાં એક મજબૂત અને વિશ્વસનીય ભાગીદાર છે.”

વધુમાં, નેતન્યાહૂએ ‘ઓપરેશન સિંદૂર’માં ઇઝરાયલી હથિયારોના ઉપયોગની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, ‘Harpy’ અને ‘SkyStriker’ જેવા આત્મઘાતી ડ્રોન દ્વારા પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમનો ખાતમો સફળતાપૂર્વક કરવામાં આવ્યો, જે દર્શાવે છે કે ઇઝરાયલી હથિયારો વિશ્વાસપાત્ર છે. આનાથી ભારત અને ઇઝરાયલ વચ્ચેની સંરક્ષણ ભાગીદારી વધુ મજબૂત બની છે.

ચીનની ટ્રમ્પ પર આકરી ટીકા

ટ્રમ્પના ટેરિફ નિર્ણય સામે ચીને પણ આકરા શબ્દોમાં વિરોધ કર્યો છે. ભારતમાં ચીનના રાજદૂત જૂ ફેઈહોંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર ટ્રમ્પનું નામ લીધા વિના તેમને ‘બદમાશ’ કહ્યા. તેમણે લખ્યું કે, ‘Give the bully an inch, he will take a mile.’

ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પણ ટ્રમ્પના પગલાંને સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર અને વિશ્વ વેપાર સંગઠન (WTO)ના નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે. તેમણે કહ્યું કે ટેરિફનો ઉપયોગ અન્ય દેશો પર દબાણ લાવવા માટે કરવો તે આંતરરાષ્ટ્રીય નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. નોંધનીય છે કે ટ્રમ્પે બ્રાઝિલ પર પણ 50% ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાનો વિરોધ વધી રહ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *