સેક્ટર 15 વાણિજ્ય કોલેજના વિદ્યાર્થીઓએ તિરંગા યાત્રામાં જોડાઈને રાષ્ટ્ર પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી
‘હર ઘર તિરંગા, સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સરકારી વાણિજ્ય કોલેજ ,સે-૧૫,ગાંધીનગર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં કોલેજના એન.એસ.એસ, એન.સી.સી સહિતના વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સ્ટાફ તેમજ નાગરિકો પણ જોડાયા હતા.
આ તિરંગા યાત્રા શિક્ષણવિદ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર ના કુલપતિ ડૉ. ટી.એસ. જોશી તેમજ બ્રહ્માકુમારીના દીદી શ્રી બી. કે. ધર્મિષ્ઠાબેનની અધ્યક્ષતામાં યોજાઈ હતી.તમામ મહાનુભાવો વિદ્યાર્થીઓની સાથે તિરંગા યાત્રામાં જોશભેર જોડાતા વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ બેવડાયો હતો.
આ તિરંગા યાત્રા સરકારી વાણિજ્ય કોલેજ ગાંધીનગર થી શરૂ થઈ પોસ્ટ ઓફિસ, ગાંધીનગર નાગરિક ડિસ્ટ્રીકટ બેંક, એ. યુ. સ્મોલ ફાઇનાન્સ, થી એચડીએફસી બેન્ક ઘ-5 સુધી શિસ્તબદ્ધ રીતે યોજાઈ હતી. જેમાં ગાંધીનગર નાગરિક ડિસ્ટ્રીકટ બેંકના મેનેજર તેમજ સ્ટાફ દ્વારા તિરંગા યાત્રાનું સહર્ષ સ્વાગત કરતા વિદ્યાર્થીઓને લીંબુ પાણીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે ગાંધીનગરની વિવિધ બેંકો ગાંધીનગર નાગરિક ડિસ્ટ્રીકટ બેંક, એ. યુ.સ્મોલ ફાઇનાન્સ, ડીસીબી બેંક, એચડીએફસી બેન્ક, પંજાબ બેંક વગેરે બેંકના તમામ સ્ટાફે જોડાઈને પોતાની દેશભક્તિ વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે,આ તિરંગા યાત્રામાં સરકારી વાણિજ્ય કોલેજ ગાંધીનગર ના આચાર્યશ્રી ડૉ.અમિતકુમાર એન. સુતરીયાના માર્ગદર્શનના આયોજિત કરવામાં આવી હતી. જેમાં કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીઓ સાથે સંકલન કરી આ ભવ્ય તિરંગા યાત્રાને કોલેજના વિદ્યાર્થીઓ માટે જીવનભર માટે યાદગાર સંભારણું બને તેવા તમામ પ્રયત્નો કરાયા હતા.