ગુજરાત

ગુજરાતમાં હવે નવા થર્મલ પાવર પ્લાન્ટસની પરવાનગી અપાશે નહીં

ગાંધીનગર :

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં પર્યાવરણ જાળવણી સાથે ગ્રીન-કલીન ઊર્જા ઉત્પાદનને વેગ આપવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે

વિજય રૂપાણીએ રાજ્યમાં દર વર્ષે વધતી જતી અંદાજે 8થી 10 ટકા જેટલી વીજ માગને પહોચી વળવા હવે થર્મલ પાવર પ્લાન્ટસના સ્થાને માત્ર બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોતના ઉપયોગનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીના આ મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર રાજ્યમાં હવે કોઇ નવા થર્મલ પાવર પ્લાન્ટસની પરવાનગી સરકાર આપશે નહીં.

રાજ્યની વીજ માંગ પૂર્ણ કરવાના હેતુસર સૌરઊર્જા સહિતના બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોત દ્વારા વીજ ઉત્પાદનથી ગ્રીન કલીન એનર્જીના માધ્યમથી ગુજરાતને પ્રદૂષણમુકત અને પર્યાવરણપ્રિય રાજ્ય બનાવવામાં મુખ્યમંત્રીનો આ નિર્ણય સીમાચિન્હ અને અન્ય રાજ્યો માટે દિશાદર્શક બની રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x