મનોરંજન

પ્રાઇવેટ જેટથી લઇને આલીશાન બંગલાનો માલિક છે અક્ષય કુમાર

મુંબઇ :

બોલીવૂમાં ખેલાડી તરીકે જાણીતો થયેલો અક્ષય કુમારે ૯ સપ્ટેમ્મ્બરના ૫૨મો જન્મદિવસ ઊજવ્યો છે. આજે જે સ્થાને છે ત્યાં પહોચવા અથાગ સંઘર્ષ કરવો પડયો છે. એક વેઇટરથી સુપરસ્ટાર બનવા માટે તેને વરસો લાગી ગયા. મહેનત, લગન અને અનુશાસન જીવનમાં અપનાવીને અક્ષયે સફળતા મેળવી છે. ૧૯૯૧થી ‘સોગંધ’ ફિલ્મ દ્વારા પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

અક્ષય હાલમાં જ દુનિયાના સૌથી વધુ કમાણી કરનારા સેલિબ્રિટીઓની યાદીમાં ચોથા સ્થાને આવ્યો છે. સોથી નવાઇની વાત તો એ છે કે, આ યાદીમાં અક્ષય સિવાય અન્ય કોઇ ભારતીય એકટરનો સમાવેશ નથી.

ફોર્બસના અનુસાર અક્ષયની કુલ કમાણી ૬૯ મિલિયન ડોલર એટલે કે ૪૪૪ કરોડ રૂપિયા છે. તેની નેટવર્થ ૧૫૦ મિલિયન ડોલર એટલે કે ૧૦.૭૪ અબજથી પણ વધુ છે. તે વૈભવી જીવન જીવવાનો શોખીન છે. તેની પાસે પોતાનું પ્રાઇવેટ પ્લેન, આલીશાન બંગલો અને તેના કારના કાફલમાં અદ્યતન કારનો સમાવેશ છે. આ ઉપરાંત તે બાઇકનો શોખીન હોવાથી તેના પાસે યામાહા વી મેક્સ અને હાર્લ ડેવિડસન સામેલ છે.

બોલીવૂડમાં અમુક લોકો પાસે જ પોતાના ખાનગી પ્લેન છે. જે યાદીમાં અક્ષય કુમાર પણ આવે છે. તે મોટાભાગે પોતાના પ્રાઇવેટ જેટમાં જસફર કરવાનું પસંદ કરે છે. મીડિયા રિપોર્ટના અનુસાર તેના જેટ પ્લેનની કિંમત લગભગ ૨૬૦ કરોડ રૂપિયા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x