પ્રિયંકા ચોપરાને કારકિર્દીની શરૂઆતના દિવસમાં ભારે સંઘર્ષ કરવો પડયો – Manzil News

પ્રિયંકા ચોપરાને કારકિર્દીની શરૂઆતના દિવસમાં ભારે સંઘર્ષ કરવો પડયો

મુંબઇ :

પ્રિયંકા ચોપરા આજે એક ગ્લોબલ આઇકોન બની ચુકી છે. તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો રસ્તો સ્વંય કર્યો છે. એક મોડલ તરીકે પ્રિયંકાએ કારકિર્દીની શરૂઆત કરી હતી. ૧૮ વરસની વયમાં જ તેણે બોલીવૂડમાં કદમ રાખ્યો હતો, અને એ દિવસો તેના માટે સુખદ નહોતા.

” ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મેં કારકિર્દી શરૂ કરી ત્યારે ન તો હું કોઇને જાણતી હતી, ન મને કોઇ ઓળખતા હતા. દિગ્દર્શકો મારા પર બૂમબરાડા પાડી મને ધમકાવતા હતા. ઘણી વખત તો મને ફિલ્મોમાંથી હાંકી કાઢવામાં આવી હતી. પરંતુ મને મારા પિતાએ હિંમત અને ઉત્સાહ વધાર્યો હતો, તેમણે મને ” વધુ સાંભળો અને ઓછું બોલો’ની શિખામણ આપી હતી. મેં મારો આત્મવિશ્વાસ વધાર્યો હતો. નિષ્ફળતા બાદ સફળ કઇ રીતે થવું એ મેં શીખ્યું. ”એમ પ્રિયંકાએ પોતાનો ભૂતકાળ વાગોળ્યો હતો.

આજે પ્રિયંકા લોસ એન્જલસમાં પોતીકું ઘર લેવાના શમણાં સેવી રહી છે. બોલીવૂડ અને હોલીવૂડમાં જાણીતી થનારી આ અભિનેત્રી શ્રીમંત વિદેશી યુવકને પરણીને જીવનનો અઢળક આનંદ અને લકઝરિયસ લાઇફ જીવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *