હિમાચલના ચંબામાં એક કલાકમાં ભૂકંપના ત્રણ આંચકા : કોઇજાન હાની નહીં
શિમલા :
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં આજે અને ગઇ કાલે ભૂકંપના બે આંચકા આવ્યા હતા, પરંતુ ક્યાંથી પણ જાનહાનીના સમાચાર આવ્યા નહતા. બપોરે 12.10 અને 12.57 વાગે આવેલા આંચકાનો કોન્દ્રબિંદુ હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર સરહદથી પાંચ કિમી દૂર હતો, એમ શિમલા હવામાન ખાતાએ કહ્યું હતું. પ્રથમ ભૂકંપ પાંચની તીવ્રતાનો હતો જે 12:10 વાગે આવ્યો હતો. બીજો આંચકો 3.2ની તીવ્રતાનો હતો જે બપોરે 12:40 મિનિટે આવ્યો હતો.
રવિવારે પણ ભૂકંપના બે આંચકા જમ્મુ-કાશ્મીરમાં આવ્યા હતા. ત્યાં પણ જાનહાનીના કોઇ જ સમાચાર મળ્યા નહતા. ચંબા સહિતનો મોટા ભાગનો વિસ્તાર ઉચ્ચ તીવ્રતાના સીસ્મીક ઝોનમાં આવે છે.રવિવારે જમ્મુ-કાશ્મીરમાં ત્રાટકેલા ભૂકંપના કારણે લોકોમાં દોડાદોડ થઇ ગઇ હતી. ડોડા અને કિશ્તવાર જિલ્લામાં 4.9ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. સવારે 8:04 મિનિટે આવેલા પ્રથમ આંચકો માત્ર જુજુ સેંકડ સુધી જ રહ્યો હતો.
દરમિયાન, જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં સત્તાવાળાઓ દ્વારા એડવાઇઝરી જારી કરી તમામ શૈક્ષણિક સંસૃથાઓ અને ઓફિસોને આગામી બે દિવસો દરમિયાન મોક ડ્રાલ યોજવા કહેવામાં આવ્યું હતું. માત્ર એક કલાકમાં જ હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાં આવેલા ત્રણ આંચકાથી સત્તાવાળાઓ એ સાવચેતીના પગલાં ભર્યા હતા. ભદ્રાવાહ ખીણ,ડોડાનો કેટલો ભાગ,કિશ્તવાર અને ભાલેસા વિસ્તારમાં આંચકાની અસર વધારે થઇ હતી.
‘મોક ડ્રીલના એલાર્મ પછી તમામ ઓફિસરો અને વિદ્યાર્થીઓએ ઇમારતની બહાર સલામત જગ્યાએ ખસી જવાનું હશે. ખાસ કરીને ખુલ્લી જગ્યાએ તેમને જતા રહેવું પડશે. જ્યાં ભૂકંપની ઓછી અસર થાય તેવા ખુણા વધારે પસંદ કરી ત્યાં થોડી વાર સુધી ઊભા રહેવું જોઇએ’એમ એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું હતું.