ગાંધીનગરગુજરાત

ભાદરવી પુનમના મેળા માટે પાંચ દિવસ સુધી ગાંધીનગરથી અંબાજી બસો દોડાવાતાં અસંખ્ય ટ્રીપોનું સંચાલન ખોરવાશે.

ગાંધીનગર :

ભાદરવીપુનમે અંબાજી ખાતે યોજાનાર મેળામાં સમગ્ર ગુજરાતમાંથી ભાવિક ભક્તો ઉમટી પડતાં હોય છે ત્યારે પગપાળા જતાં યાત્રાળુઓને પરત ફરવા માટે એસ.ટી. નિગમ દ્વારા બસોની સુવિધા પુરી પાડવામાં આવતી હોય છે. જે અંતર્ગત ગાંધીનગર ડેપોથી પાંચ દિવસ સુધી રોજની રર જેટલી બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના પગલે અસંખ્ય ટ્રીપોનું સંચાલન ખોરવાશે અને રોજીંદી અવર જવર કરતાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે.

અંબાજી ખાતે ભાદરવીપુનમના મેળાનો અગીયારસથી પ્રારંભથયો છે. ત્યારે સમગ્ર ગુજરાતમાંથી લાખો ભક્તો મેળાનો લાભ લેવા માટે તેમજ માતાજીના દર્શન માટે પગપાળા અથવા સંઘમાં અંબાજી તરફ પ્રસ્થાન કરી રહ્યાં છે ત્યારે આ ભક્તોને પરત ફરવા માટે વાહનોની સુવિધા પ્રાપ્ત થઇ શકે તે માટે એસટી નિગમ દ્વારા ખાસ વધારાની બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જે અંતર્ગત ગાંધીનગર ડેપોથી પુનમ સુધી રોજની રર થી રપ જેટલી બસો અંબાજી રૂટ ઉપર અવર જવર કરશે. અન્ય ડેપોની સાથે સાથે ગાંધીનગર ડેપો દ્વારા પણ બસો અંબાજી તરફ મોકલવામાં આવતાં રોજીંદી અવર જવર કરતાં મુસાફરોને અન્ય વાહનોમાં મુસાફરી કરવાની નોબત આવશે ત્યારે સોમવારથી આ રૂટ ઉપર રર જેટલી બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જેના ભાગરૂપે ગાંધીનગર – અમદાવાદ વચ્ચે અવર જવર કરતી શહેરી બસ સુવિધાની ટ્રીપોનું સંચાલન પણ ખોરવાશે. પાંચ દિવસ દરમિયાન બસોની સતત અવર જવર ગાંધીનગર – અંબાજી રૂટ ઉપર ચાલુ રહેવાની હોવાથી તેની અસર અમદાવાદ ગાંધીનગરના રૂટ ઉપર પણ પડશે. ત્યારે બસો પણ અંબાજી તરફના રૂટ ઉપર દોડાવવામાં આવતાં તેનો ભોગ મુસાફરોને બનવું પડશે.જેના પગલે ના છુટકે મુસાફરોને ખાનગી વાહનોના સહારે મુસાફરી કરવાની નોબત આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x