ગુજરાત

CAGનો ચોંકાવનારો ખુલાસો: ગુજરાતમાં ટ્રાફિક દંડના ₹૧૪૮.૮૦ કરોડનો હિસાબ નથી

CAG ના ઓડિટ રિપોર્ટમાં ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિકના દંડની રકમ સંપૂર્ણપણે ગુજરાત માર્ગ સુરક્ષા નિધિ ફંડમાં જમા ન કરાવવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ૨૦૧૨-૧૩ થી ૨૦૨૩-૨૪ ના સમયગાળા દરમિયાન, સરકારે ₹૧,૧૨૩.૨૯ કરોડનો ટ્રાફિક દંડ વસૂલ્યો હતો, પરંતુ તેમાંથી ₹૧૪૮.૮૦ કરોડ જે લગભગ ૧૩% જેટલી રકમ છે, તે માર્ગ સુરક્ષા ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવી નથી.

નિયમ મુજબ, ટ્રાફિક દંડની ૧૦૦% રકમ ‘ગુજરાત રાજ્ય માર્ગ સુરક્ષા નિધિ’ ફંડમાં જમા કરાવવી ફરજિયાત છે. આ ફંડનો ઉપયોગ માર્ગ સલામતી સંબંધિત પ્રવૃત્તિઓ માટે થાય છે. પરંતુ CAG ના રિપોર્ટ મુજબ, માત્ર ૮૭% રકમ જ ફંડમાં જમા થઈ છે, જે દર્શાવે છે કે ₹૯૭૪.૪૯ કરોડ જ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

CAG ના અહેવાલમાં વર્ષવાર વિગતો પણ આપવામાં આવી છે, જે દર્શાવે છે કે ઘણા વર્ષોમાં ટ્રાન્સફરની ટકાવારી ખૂબ ઓછી રહી છે. ઉદાહરણ તરીકે, વર્ષ ૨૦૧૨-૧૩માં ₹૩૮.૨૨ કરોડ માંથી માત્ર ૬૦.૧૮% અને ૨૦૧૫-૧૬માં ₹૭૮.૬૫ કરોડ માંથી ૭૬.૦૧% રકમ જ ફંડમાં ટ્રાન્સફર થઈ હતી. આ અહેવાલ રાજ્યમાં નાણાકીય વ્યવસ્થાપન પર ગંભીર સવાલો ઊભા કરે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *