ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી ફરી શું આવ્યા વિવાદમાં ? જાણો વધુ.
ગાંધીનગર :
વિશ્વનાં સૌથી મોટા રાજકીય પક્ષનાં ગુજરાતનાં અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી અવાર નવાર વિવાદમાં આવતા રહે છે. તો આજે તેનો એક નવો વિવાદ સામે આવ્યો છે. હાલ ગીર નેશનલ પાર્કમાં વનરાજોનું વેકેશન ચાલી રહ્યું છે. અને 15 જૂન થી 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે અભયારણ્યમાં જવા પર પ્રતિબંધ હોય છે. ત્યારે વાઘાણી દ્વારા ગઈ કાલે તેમના પોતાનાં ઓફિશિયલ પેઈજ પર ગીર જંગલમાં ફરતા હોય તેવી પોસ્ટ મુકવામાં આવી એમા સિંહોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. પોસ્ટ કરાયેલ ફોટોગ્રાફમાં ખુદ વાઘાણી જીપ્સી ચલાવી રહ્યા છે. ખાસ તો જોવાનું એ છે કે સીટબેલ્ટ પહેરવાનું જ ભૂલી ગયા. શું ભાજપના નેતા જીતુ વાઘાણીને કોઈ કાયદા નથી નડતાં. શું વન વિભાગ વાઘાણી સામે મૂજરો કરી રહ્યું છે. વન વિભાગે પોતે જ વાઘાણીને ખુશ કરવા કાયદા નેવે મૂકી દીધા. સામાન્ય વ્યક્તિ જો અભયારણ્યમાં પ્રતિબંધિત વિસ્તારમાં દેખાય તો વનવિભાગ આકરો દંડ વસૂલે છે. જો વાઘાણીએ જંગલ માં પ્રવેશ કર્યો હોય તો, તેને પરમિશન કોણે આપી? અને સાથે ડિપાર્ટમેન્ટ નો કોઈ વ્યક્તિ હાજર કેમ નથી? જંગલમાં પ્રાઇવેટ વાહન લઇ ને જવાની મનાઇ છે તો આ જીપ્સી સરકારી છે કે પ્રાઇવેટ ? જો સરકારી જ હોઈ તો સરકારી વાહન ફોરેસ્ટ સરકારી કર્મચારી જ ચલાવી શકે તો જીતુ વાઘાણીએ કેમ ચાલાવી ? અને જો પ્રાઇવેટ વાહનથી પ્રવેશ કર્યો હોય તો, તેને પરમિશન કોણે આપી ? જંગલ વિસ્તારમાં વાહનની નીચે ઉતરવાની મનાઈ છે. તો પછી તેના આ કેટલાક સુંદર ફોટોગ્રાફ કોણે લીધાં ? પરંતુ શું જિતુ વાઘાણી ભાજપના નેતા છે તેથી તેમને છૂટો દોરી આપી દીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આવા અનેક સવાલો આ તસવીરો પરથી ઉઠી રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે આજે જ રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા હજારો રૂપિયાનો કમરતોડ ટ્રાફિક દંડ ગુજરાતની પ્રજા ઉપર નાખવામાં આવ્યો છે ત્યારે તેમને પાર્ટીના અધ્યક્ષ દ્વારા જ આવા કાયદા નો ભંગ કરાયો છે. તો હવે રાજ્ય સરકાર તેઓને પણ દંડ ફટકારાશે કે નહી ?