મિશન હોપ ફાઉન્ડેશનનો જીવનરક્ષક પ્રોજેક્ટ: વાવોલમાં ૫૦૦થી વધુ લોકોને CPR અને BLSની તાલીમ અપાઈ
મિશન હોપ ફાઉન્ડેશન દ્વારા વાવોલ (ગાંધીનગર) ખાતે CPR, BLS અને નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ નું આયોજન કરવામાં આવ્યું. તેમજ શાળાના સ્ટાફ બહેનોને શાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ‘મિશન હેલ્થ’ પ્રોજેક્ટ અંતર્ગત મિશન હોપ ફાઉન્ડેશન દ્વારા હેલ્થ કેમ્પનું આયોજન તેમજ આ કેમ્પમાં અપોલો ફાઉન્ડેશનના સહિયોગથી CPR, BLS ની તાલીમ થતા મેડિકલ કેમ્પનું આયોજન શ્રી એમ. બી. પટેલ સાર્વજનિક વિદ્યાલય વાવોલ (ગાંધીનગર) ખાતે કરવામાં આવ્યું હતુંતારીખ: 13 સપ્ટેમ્બર, ૨૦૨૫ – વાવોલમાં હેલ્થ કેમ્પ કાર્યક્રમ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું ‘મિશન હોપ ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ લોકોની સુરક્ષા, સ્વાસ્થ્ય, શિક્ષણ અને સ્વાબલંબનમાં સંપૂર્ણ રીતે સશક્ત બનાવવાનો છે.
કાર્યક્રમના મુખ્ય નીચેના મુદ્દાઓ ઘ્યાનમાં લેવામાં આવ્યા હતા:
CPR તાલીમ: હાલના સમયમાં વધતા જતા હૃદય રોગ સામે ઇમરજન્સી અને ત્વરિત એક્શનના ભાગ રૂપે શાળાના વિદ્યાર્થીઓ તેમજ બાળકોને CPR ની જાગૃતિ તેમજ CPR આપવાની પદ્ધતિથી માહિતગાર કરવામાં આવ્યા.
BLS વિશે માહિતી: હાલના સમયમાં લોકોમાં જોવા મળતા રોગો તેમજ રોજબરોજ જીવનમાં થતી શારીરિક સમસ્યાઓ વિશે માહિતી તેમજ તેને નિવારવા માટેની યોગ્ય જાણકારી આપવામાં આવી.
નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ: શ્રી એમ. બી. પટેલ સાર્વજનિક વિદ્યાલય ખાતે વિના મૂલ્યે બાળકો, શિક્ષકો તેમજ વાવોલ ગ્રામજનો માટે શારીરિક તપાસ રાખવામાં આવી હતી. આ કેમ્પમાં સ્થળ પર તબીબી ચકાસણી અને જરૂરી દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમની શોભા વધારવા અને અતિથિ વિશેષ ગાંધીનગર નાગરિક બેંકના ચરમેન તેમજ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી મહેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શ્રી મહેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રેરણાદાયી પ્રવચન પણ આપવામાં આવ્યું હતું. તેમજ અપોલો અપોલો ફાઉન્ડેશનમાંથી હિરેનભાઈ અને મેહુલભાઈ હાજર રહ્યા હતા.
આ હેલ્થ કેમ્પનો લાભ 500 થી વધુ લોકો એ લીધો હતો. તેમજ આ કાર્યક્રમમાં શાળાના બહેનોને મિશન હોપ ફાઉન્ડેશન દ્વારા સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આવનારા સમયમાં મિશન હોપ ફાઉન્ડેશન ગુજરાતના તમામ જિલ્લા અને ગામડાઓમાં મિશન હેલ્થ અંતર્ગત વધુમાં વધુ લોકો સુધી સુધી લાભ પોહચડવાના હેતુ સાથે સંસ્થા કાર્યરત છે.મિશન હોપ ફાઉન્ડેશનના પ્રમુખશ્રી હાર્દિકસિંહ ચુડાસમા તથા ઉપ-પ્રમુખશ્રી યશવંત યાદવ, પલકબા જાડેજા દ્વારા શાળા, આચાર્ય શ્રી, અતિથિ વિશેષ તેમજ સ્વયમ સેવકોને અભિનંદન અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.