ગાંધીનગર

ગાંધીનગરની હેપ્પી યુથ ક્લબનું મોખસણમાં વૃક્ષારોપણ

ગાંધીનગર, તા.16
ગાંધીનગરના સેવાભાવી યુવાનોની સંસ્થા હેપ્પી યુથ ફાઉન્ડેશન સંચાલિત હેપ્પી યુથ ક્લબ દ્વારા ગત તા. 14મી સપ્ટેમ્બર, રવિવારના રોજ મોખસણ ગામે કલરવ ફાર્મ ચીકુવાડી ખાતે “હેપ્પીનેસ @ કલરવ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કલરવ ફાર્મ ચીકુવાડી ખાતે સુંદર વાતાવરણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હેપ્પી યુથ ક્લબના પ્રમુખ સમીર રામી, ઉપપ્રમુખ ભાવના રામી, કલરવ ફાર્મ ચીકુવાડીના ડેવલોપર્સ ચિંતન જાની, વિરલ સોની, સચિન મહેતા અને ધીરજ શર્મા સહિત અન્ય હોદ્દેદારો અને હેપ્પી યુથ ક્લબના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.
આ પ્રસંગે કલરવ ફાર્મ ચીકુવાડીના યુવા ડેવલોપર ચિંતન જાનીએ જણાવ્યું હતું કે “સામાન્ય રીતે એવી છાપ હોય છે કે ડેવલોપર્સ હંમેશા પોતાની સ્કીમનું ડેવલોપમેન્ટ કરવામાં પ્રકૃતિને નુકસાન પણ કરતા હોય છે જયારે અમે અહીં 700 જેટલાં ચીકુના વૃક્ષો છે જેમાં એકપણ વૃક્ષ કાપ્યા વગર વિકેન્ડ બંગલોની સ્કીમ છે વિકસાવી છે, આ એક એવો પ્રોજેક્ટ જ્યાં મકાનના સ્ટ્રકચરમાં સિમેન્ટ-ક્રોક્રિન્ટના બદલે ચૂનો-પથ્થર અને બામ્બુ વગેરેનો ઉપયોગ કરાયો છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રતિષ્ઠિત “ટ્રાઈ સિટી એક્સપો ૨૦૨૫” દરમિયાન કલરવ ફાર્મ ચીકૂવાડીને “સર્વશ્રેષ્ઠ વીકએન્ડ વિલા પ્રોજેક્ટ” તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આ સાથે આ પ્રોજેક્ટમાં મિલકત ખરીદનાર વૃક્ષ કે વૃક્ષની ડાળી કાપે તો પણ તેનો દસ્તાવેજ રદ થઇ જાય તેવી આકરી શરત પણ રાખી છે.
દર રક્ષાબંધને અહીં મકાનમાલિકો દ્વારા “વૃક્ષાબંધન” ઉજવવામાં આવે છે જેમાં તમામ વૃક્ષોની પૂજા કરીને તેમને રાખડી બાંધવામાં આવે છે અને તેનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવે છે. આ સ્કીમમાં કુદરતી વનરાજી ભરપૂર છે, અને પ્રકૃતિનું ખૂબ જ કાળજીપૂર્વક જતન કરવામાં આવી રહ્યું છે. ” કાર્યક્રમના સમાપને હેપ્પી યુથ ક્લબ દ્વારા ડેવલોપર્સને ‘હેપ્પી ચકલી ઘર’ અને બર્ડ ફીડર્સની ભેટ આપી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં હેપ્પી યુથ ક્લબના સભ્યોએ પરિવાર સહિત સુંદર વનરાજી સાથેના પ્રકૃતિમય વાતાવરણમાં ધીંગામસ્તી કરીને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *