ગાંધીનગર

પ્રાકૃતિક અને સેન્દ્રિય (ઓર્ગેનિક) ખેતી: શું છે સામ્યતા અને તફાવત?

સામાન્ય રીતે લોકો પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતીને એક જ માને છે, પરંતુ બંને પદ્ધતિઓમાં કેટલાક મહત્વપૂર્ણ તફાવત છે. ખેડૂત મિત્રોએ આ બંને પદ્ધતિઓને ઊંડાણપૂર્વક સમજવી જરૂરી છે. આ બંને ખેતીનું મુખ્ય ધ્યેય પ્રકૃતિનું શોષણ અને દોહન ન કરવાનું છે, અને બંનેમાં રાસાયણિક ખાતરો કે જંતુનાશકોનો ઉપયોગ થતો નથી.

પ્રાકૃતિક ખેતીને “ઓછા ખર્ચની કુદરતી ખેતી” પણ કહેવાય છે. આ પદ્ધતિમાં ખેતી માટે બહારના કોઈ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવતો નથી. ખેડૂતોએ પોતાના ખેતરમાં જ ઉત્પાદિત થયેલા કે દેશી બિયારણનો ઉપયોગ કરવો પડે છે. પાક માટે જરૂરી પાણી અને પોષક તત્વોની વ્યવસ્થા પણ ગાયના છાણ, ગૌમૂત્ર, અળસિયાની પ્રવૃત્તિ અને પાકના અવશેષોથી જ કરવામાં આવે છે.

મુખ્ય તફાવતો:

  • સર્વગ્રાહી પ્રણાલી: ઓર્ગેનિક ખેતી એક સર્વગ્રાહી પ્રણાલી છે જે માટીના જીવો, છોડ, પશુધન અને લોકોને સાંકળીને કામ કરે છે. જ્યારે પ્રાકૃતિક ખેતી કુદરતના નિયમોને અનુસરે છે અને સ્થાનિક જૈવવિવિધતાને પ્રોત્સાહન આપે છે.
  • પર્યાવરણ પર અસર: પ્રાકૃતિક ખેતી પર્યાવરણને અનુકૂળ છે અને સ્થાનિક જૈવવિવિધતા સાથે વધુ સારી રીતે અનુકૂલન સાધે છે, જ્યારે ઓર્ગેનિક ખેતીની પર્યાવરણ પર કેટલીક અસર થઈ શકે છે.
  • મિશ્ર પાક: પ્રાકૃતિક કૃષિમાં મિશ્ર પાક પદ્ધતિ પર ભાર મૂકવામાં આવે છે, જે રોગ અને જીવાતને ઓછા કરે છે.
  • પ્રમાણપત્ર: ઓર્ગેનિક ખેતીમાં ઉત્પાદનોના વેચાણ માટે પ્રમાણપત્ર ફરજિયાત છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં તેની જરૂર નથી.
  • રૂપાંતરણનો સમય: રાસાયણિક ખેતીમાંથી ઓર્ગેનિક ખેતીમાં રૂપાંતરિત થતાં ૩ થી ૬ વર્ષ લાગે છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં રૂપાંતરણ માટે કોઈ સમયગાળો નક્કી નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *