રાષ્ટ્રીય

હિમાચલમાં કુદરતનો પ્રકોપ: વરસાદ અને પૂરથી ૪૨૪ લોકોએ જીવ ગુમાવ્યા, ૬૦૪ રસ્તાઓ બંધ

હિમાચલ પ્રદેશમાં ૨૦ જૂનથી સતત વરસી રહેલા ભારે વરસાદ અને કુદરતી આફતોએ ભયાનક તબાહી મચાવી છે. રાજ્ય આપત્તિ નિવારણના અહેવાલ મુજબ, આ વિનાશક વરસાદના કારણે અત્યાર સુધીમાં ૪૨૪ લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં પૂર, ભૂસ્ખલન, વીજળી પડવા જેવી ઘટનાઓમાં ૧૮૨ લોકોના મોત થયા છે. રાજ્યમાં બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત કુલ ૬૦૪ રસ્તાઓ બંધ થઈ ગયા છે.

આ વિનાશમાં સૌથી વધુ મોત મંડી જિલ્લામાં થયા છે, જ્યાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૪૨ લોકો મૃત્યુ પામ્યા છે. કાંગડામાં પૂરના કારણે ૩૫, ચંબામાં ૨૮ અને શિમલામાં ૨૪ લોકોએ જીવ ગુમાવ્યો છે. ભૂસ્ખલન અને અચાનક પૂર આવવાને કારણે કુલ્લુ અને કિન્નોરમાં પણ ભારે નુકસાન થયું છે.

આ કુદરતી આફતમાં ૨૯,૦૦૦થી વધુ ઘર આંશિક અથવા સંપૂર્ણ રીતે નષ્ટ થયા છે. ૪.૭૫ લાખથી વધુ પક્ષીઓ અને ૨,૪૫૮ પશુઓ પણ મૃત્યુ પામ્યા છે. જાહેર સંપત્તિને અંદાજે ₹૪૭.૪૯ કરોડથી વધુનું નુકસાન થયું છે. હિમાચલ પ્રદેશ પોલીસ અને રાજ્ય આપત્તિ નિવારણ દળ વિવિધ વિસ્તારોમાં બચાવ કામગીરી કરી રહ્યા છે, પરંતુ સતત વરસાદને કારણે કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *