દાલ સરોવરમાંથી પાકિસ્તાની મિસાઈલનો કાટમાળ મળ્યો: પાકિસ્તાનની હારનો મોટો પુરાવો
જમ્મુ-કાશ્મીરમાં દાલ સરોવર નજીકથી એક મોટી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. રવિવારે સરોવરની સફાઈ દરમિયાન, ત્યાંથી પાકિસ્તાની મિસાઈલનો કાટમાળ મળી આવ્યો છે. આ મિસાઈલને પાકિસ્તાને ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન શ્રીનગર પર નિશાન બનાવી હતી, પરંતુ ભારતીય સેનાએ તેને નિષ્ફળ બનાવી હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર, દાલ સરોવરના સફાઈ અભિયાન દરમિયાન મળેલો આ કાટમાળ પાકિસ્તાનની હારનો સ્પષ્ટ પુરાવો છે. પોલીસે આ કાટમાળને કબજે કરીને તપાસ માટે મોકલી આપ્યો છે. પાકિસ્તાન અવારનવાર કાશ્મીર મુદ્દે વિવાદિત નિવેદનો આપતું રહે છે, પરંતુ આ ઘટનાએ ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન કાશ્મીરીઓને નિશાન બનાવવાનો તેનો નિષ્ફળ પ્રયાસ ખુલ્લો પાડ્યો છે.
ભારતીય સેનાની સતર્કતાને કારણે પાકિસ્તાનના આવા અનેક હુમલાઓ સરહદી વિસ્તારોમાં નિષ્ફળ ગયા છે, પરંતુ આ કાટમાળ એક સ્પષ્ટ ભૌતિક પુરાવો છે કે પાકિસ્તાને ખરેખર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.