ગાંધીનગરગુજરાત

નમામી દેવી નર્મદેની ઉત્સાહ ભેર ઉજવણીમાં મંત્રીથી લઇ કલાકારો થશે સામેલ

ગાંધીનગરઃ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીન જન્મ દિવસની ઉજવણી એ સમગ્ર ગુજરાત કરવા જઈ રહ્યું છે. ખાસ કરીને સરદાર સરોવર નર્મદા ડેમ પોતાની પૂર્ણ ક્ષમતાએ 138.67 મીટર સુધી ભરાવાની સાથે 17 સપ્ટેમ્બર ના રોજ રાજ્યના તમામ જિલ્લામાં નર્મદા નીરનાં વધામણાં સવારે 10 કલાકે “નમામિ દેવિ નર્મદે મહોત્સવ” કાર્યક્રમ રાજ્ય સરકારના મંત્રીઓ, બોર્ડ નિગમોના અધ્યક્ષો અને જાણીતા કલાકારો ની ઉપસ્થિતિ માં જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવશે.

દેશના પ્રધામંત્રી નરેન્દ્રમોદીના જન્મ દિવસની ઉજવણીએ સમગ્ર ગુજરાત કરવા જઈ રહ્યું છે. 17 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કેવડીયા ખાતે પ્રધામંત્રીના હસ્તે થનારા નર્મદા જળ વધામણાંના રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં હાજરી આપશે. તો રાજ્યના મંત્રી મંડળના મંત્રીઓ અને પદાધિકારીઓને નમામિ દેવી નર્મદે મહોત્સવ માટે જુદા જુદા જિલ્લામાં હાજર રહી નમામી દેવી નર્મદે મહોત્સવમાં સામીલ થશે. જો મહાનગર અને જિલ્લાવાર વાત કરવામાં આવેતો અમદાવાદ શહેર અને ગ્રામ્ય કક્ષાના કાર્યક્રમમાં ગુહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજામાં નર્મદાના વધામણાં કરશે.

વડોદરા ખાતે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી માં નર્મદાની આરતી કરશે. રાજકોટ ખાતે સિનિયર કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ જ્યારેસુરત ખાતે ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાજરી આપશે. તો રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે કેબિનેટ મંત્રી કૌશીક પટેલ માં નર્મદાના વધામણાં કરશે. ઉર્જામંત્રી સૌરભ પટેલ એ જામનગર તો વન મંત્રી ગણપત વસાવા નવસારી ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. જૂનાગઢ ખાતે યુવા કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા જયારે પાટણ ખાતેકેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર હાજરી આપશે. જ્યારે બનાસકાંઠા ખાતે કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર તો સુરેન્દ્રનગર ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા હાજરી આપશે. દેવભૂમિ દ્વારકા ખાતે કેબિનેટ મંત્રી જવાહર ચાવડા હાજરી આપશે.

રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ આ કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર ખાતે બચુ ખાબડ, મહીસાગર જયદ્રથસિંહજી પરમાર તાપી ઈશ્વરસિંહ પટેલ, કચ્છ વાસણ આહિર, ભાવનગર વિભાવરી દવે, અરવલ્લી રમણલાલ પાટકર, વલસાડ કિશોર કાનાણી, સાબરકાંઠા યોગેશ પટેલ, અમરેલી ધર્મેન્દ્રસિંહ જાડેજા હાજરી આપશે.

રાજ્યના બોર્ડ નિગમ અને વિધાનસભાના હોદેદારો ને પણ આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ હાજરી આપવા મુખ્ય મંત્રી દ્વારા સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત ખેડા વિધાસભા મુખ્ય દંડક પંકજ દેસાઈ હાજરી આપશે. જયારે ડાંગ ખાતે વિધાનસભા નાયબ દંડક આર.સી.પટેલ, ભરૂચ ખાતે રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરિ અમીન, દાહોદ ખાતે યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ ઉપાધ્યક્ષ ભાવનાબેન દવે, મોરબી ખાતે ગુજરાત ગ્રામ્ય ઉદ્યોગ ચરમેન બજાર નિગમ મેઘજી કણઝરિયા, પોરબંદર ખાતે ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ ચેરમેન મુળુભાઈ બેરા, તો મહેસાણા ખાતે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખ ભંડેરી,તો બોટાદ ખાતે ગુજરાત રાજય બીજ નિગમ ચેરમેન રાજશી જોટવા

જ્યારે ગીર સોમનાથ ખાતે સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના ચેરમેન ડૉ. ભરત બોઘરા, આણંદખાતે ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ ચેરમેન બળવંતસિંહ રાજપુત,અને પંચમહાલ ખાતે ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ ચેરમેન ડી. ડી. પટેલ હાજરી આપશે.

નમામી દેવે નર્મદે ઉત્સવમાં રાજ્યના લોક કલાકારો પ્રખ્યાત ગાયકો ગુજરાતી ફિલ્મ કલાકારો લોક સાહિત્યના અગ્રણી કલાકારો પણ સહભાગી થશે. માં નર્મદા મૈયા ના જળ વધામણાં કરવા આ કલકરો એ ગીતો ની સંગીત મઢી પ્રસ્તુતિ કરશે. જો કલાકારો ની વાત કરવામાં આવે તો પદ્મશ્રી ભીખુદાન ગઢવી અમુદાન ગઢવી અને જીતુભાઈ દ્વારકા વાળા જૂનાગઢ ખાતે જ્યારે કિંજલ દવે બંકિમ પાઠક ધનરાજ ગઢવી અરવિંદ બારોટ અને ઇન્દિરા શ્રીમાળી અમદાવાદ ખાતે,ઓસમાણ મીર સાંઈરામ દવે અને પંકજ ભટ્ટ રાજકોટ ખાતે જ્યારે ગીતા રબારી કચ્છ,વિરાજ બારોટ પાટણ અને જીગ્નેશ કવિરાજ મહેસાણામાં ખાતે જિલ્લા કક્ષા ના કાર્યક્રમ માં જોડાવાના છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x