ગાંધીનગર

દહેગામ: મહિલાઓને મફત કાનૂની સેવા આપતી સંસ્થાની સંચાલક ૫૦૦ રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ

ગાંધીનગરના દહેગામ ખાતે કાર્યરત મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ચાલતા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના સંચાલક કાજલબેન દાણીને લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે. આ કેન્દ્રનો હેતુ મહિલાઓને મફત કાનૂની સહાય આપવાનો છે, પરંતુ સંચાલકે ભરણપોષણ અને ઘરેલુ હિંસાનો દાવો દાખલ કરવા માટે એક મહિલા પાસેથી ૫૦૦ રૂપિયાની લાંચ માંગી હતી.

જ્યારે પીડિત મહિલા પાસેથી લાંચ માંગવામાં આવી, ત્યારે તેમણે લાંચ આપવાને બદલે ગાંધીનગર એસીબીનો સંપર્ક કર્યો. એસીબીના નાયબ નિયામક એ.કે. પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ. સોલંકી દ્વારા એક છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ છટકામાં મહિલા સંચાલક કાજલબેન દાણી પોતાની જ કચેરીમાં ૫૦૦ રૂપિયાની લાંચ લેતા પકડાઈ ગયા. એસીબીએ તેમની સામે ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *