અમદાવાદમાં ક્રૂર ઘટના: પતિએ પત્નીને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો, માતા પણ દાઝી
અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું. ઉશ્કેરાયેલા પતિએ તેની પત્ની પર જ્વલનશીલ પદાર્થ છાંટીને તેને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં પત્ની અને તેને બચાવવા ગયેલી તેની માતા બંને ગંભીર રીતે દાઝી ગઈ છે.
ઘટના બાદ તરત જ આરોપી પતિ ફરાર થઈ ગયો છે. આસપાસના લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત મહિલા અને તેની માતાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સરદારનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર પતિને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.