Gandhinagar: આઠમા નોરતે મંત્રી ઋષિકેશભાઇ પટેલ કેસરિયા ગરબામાં ઉપસ્થિત રહ્યા
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ નવરાત્રીના આઠમા નોરતે ગાંધીનગર કેસરિયા ગરબા, સેક્ટર -૧૧ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવરાત્રીના પાવન પર્વે મહા આરતી થકી માની આરાધના કરી હતી અને કેસરિયા ગરબામાં રમઝટ બોલાવતા ખૈલાયાઓનો ઉત્સાહ પણ વધાર્યો હતો.
ઉલ્લેખનીય છે કે,આજે ગાંધીનગરમાં રામકથા મેદાન ખાતે સહાય ફાઉન્ડેશન આયોજિત કેસરિયા ગરબામાં ,આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તેમની સાથે ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, ICCના ચેરમેન શ્રી જય શાહ, સહાય ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી,હોદ્દેદારો શ્રી, લાયન્સ ક્લબ ઓફ ફેમિનાના સભ્ય શ્રીઓ, ગાંધીનગરના અગ્રણી આશિષ દવે, ભાઈઓ – બહેનો, યુવાઓ, બાળકો સહિત ગાંધીનગરના નગરજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.