ઑસ્ટ્રેલિયા સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત
ભારતીય ક્રિકેટ ટીમે ઓક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયા સામે રમાનારી ત્રણ વનડે અને પાંચ T20 આંતરરાષ્ટ્રીય મેચોની સિરીઝ માટે શનિવારે (૪ ઓક્ટોબર) પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આ જાહેરાતમાં સૌથી મોટો નિર્ણય એ લેવાયો છે કે, યુવા બેટ્સમેન શુભમન ગિલને રોહિત શર્માના સ્થાને વનડે ટીમનો કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. અમદાવાદમાં યોજાયેલી પસંદગીકારોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
બંને ફોર્મેટ માટે ટીમની જાહેરાત
ટીમ ઇન્ડિયા (વનડે ટીમ):
શુભમન ગિલ (કૅપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઇસ-કૅપ્ટન), અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિધ કૃષ્ણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ.
ટીમ ઇન્ડિયા (T20 ટીમ):
સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), તિલક વર્મા, નીતીશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર.