ગાંધીનગર

ગાંધીનગરમાં પેટ ડોગ રજીસ્ટ્રેશન ફરજિયાત: ૨૦૦ રૂપિયા ફી

અમદાવાદની જેમ હવે ગાંધીનગર મહાનગરપાલિકાએ પણ શહેરમાં પાલતુ કૂતરા (Pet Dog)નું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે. આ માટે એક નવી પોલિસી તૈયાર કરવામાં આવી છે, જેને મંજૂરી માટે ટૂંક સમયમાં સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ કવાયત ગાંધીનગરને રેબિશ ફ્રી બનાવવાનો અને સોસાયટીઓમાં પાલતુ કૂતરાઓ દ્વારા કરડવાના કે પજવણીના કિસ્સાઓ અટકાવવાનો છે.

એક વર્ષ પહેલા અમદાવાદમાં પાલતુ કૂતરાના હુમલામાં એક બાળકીનું મૃત્યુ થતાં આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. ગાંધીનગરમાં પણ હવે પાલતુ કૂતરાના માલિકો માટે સીએનસીડી વિભાગ દ્વારા નિયમો તૈયાર કરવામાં આવ્યા છે:

  • રજીસ્ટ્રેશન ફી: માલિકે મહાનગરપાલિકામાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે, જેના માટે ₹૨૦૦ ની ફી નિયત કરવામાં આવી છે.
  • વય મર્યાદા: કૂતરાને ઘરની બહાર લઈ જવા માટે માલિકની ઉંમર ૧૮ વર્ષથી વધુ હોવી ફરજિયાત છે. એટલે કે બાળકો પાલતુ કૂતરાને લઈને એકલા બહાર નીકળી શકશે નહીં.
  • જરૂરી દસ્તાવેજો: રજીસ્ટ્રેશન માટે માલિકે ડોગ અને પોતાના ફોટોગ્રાફ, આધાર કાર્ડ, વેરા બિલ સહિત રહેણાંકના પુરાવા સાથે નિયત ફોર્મ ભરવાનું રહેશે.
  • રસીકરણ ફરજિયાત: શ્વાનના માલિકે વખતોવખત એન્ટી રેબિશ વેક્સિન મુકાવવી પડશે અને તેનું પ્રમાણપત્ર પણ કોર્પોરેશનને રજૂ કરવું પડશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *