મુખ્યમંત્રી રૂપાણીની કારમાં વિમો અને વડાપ્રધાનની કારનો પીયુસી પૂરું થયાનો સોશિયલ મીડિયામાં મેસેજ થયો વાયરલ. જાણો હકીકત
ગાંધીનગર :
ગઈકાલે 16 સપ્ટેમ્બર થી ગુજરાતભરમાં ટ્રાફિક નિયમો જેવાકે વાહનની વીમા પોલીસી, આરસીબુક, પીયુસી, વાહનચાલક નું લાયસન્સ, હેલ્મેટ વગેરે નિયમો પાલન કરવા માટે કડકાઈથી ઝુંબેશ ચલાવાઈ રહી છે, ત્યારે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે. આમ વાયરલ થયેલા મેસેજ માં મુખ્યમંત્રી વિજય રૂપાણી જે કારમાં ફરે છે તે કારનો ઇન્સ્યોરન્સ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે કારમાં ફરે છે તે કારનું પીયુસી પૂર્ણ થઇ ગયા છે. એવું બતાવવામાં આવી રહ્યું છે.
આ મેસેજ ની સાથે લોકો અલગ-અલગ વાતો પણ મૂકી રહ્યા છે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને વડાપ્રધાન શ્રી ને સીધો સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે, કાયદા માત્ર સામાન્ય માણસ માટે જ છે ? શું તમારા માટે કોઈ અલગથી કાયદા છે ? તમે તમારી કારનો પીયુસી અને વીમો ક્યારે ઉતરાવશો.?
ઉલ્લેખનીય છે કે જ્યારથી નવા ટ્રાફિક નિયમોના ભંગ માટે દંડ ની જોગવાઈઓ કડક બનાવવામાં આવી છે. ત્યારથી રાજ્યભરમાંથી સરકારી અમલદારો નેતાઓ અને પોલીસ કર્મીઓના ફોટા અને વિડિયો વાયરલ થઇ રહ્યા છે. અને પહેલા નિયમોનું પાલન પોતે કરો પછી જનતાને નિયમોનું પાલન કરાવો તેવી વાતો વહેતી થયેલી જોવા મળે છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વડાપ્રધાન શ્રી વિવાદમાં આવ્યા હોવાનું જણાઈ છે.