નર્મદા નીરના વધામણાના રાજ્યભરમાં યોજાયેલા કાર્યક્રમોમાં થી ખુદ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી બાદબાકી
અમદાવાદ :
ગુજરાતની જીવાદોરી ગણાતો નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટી સુધી એટલે કે 138.6 8 મીટર સુધી ભરાઈ ગયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ૧૭મી સપ્ટેમ્બરે 70મો જન્મદિવસ પણ છે જેને પગલે ગુજરાત સરકારે થોડા દિવસ પહેલા જ નક્કી કર્યું હતું કે નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચી જાય એટલે રાજ્યભરમાં નર્મદાના નીરના વધામણા કરવા માટેનો કાર્યક્રમ રાખવો.
જેમાં રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ કેવડિયા ખાતે યોજવો આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ બોલાવવાનું નક્કી થયું હતું અને પીએમ ને ગુજરાત સરકારે સત્તાવાર આમંત્રણ પણ આપ્યું હતું જે મુજબ નરેન્દ્ર મોદી આજે કેવડિયા ખાતે નર્મદાના નીરના વધામણા ના મુખ્ય કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
બીજી બાજુ ગુજરાત સરકારના જુદા જુદા મંત્રીઓને પણ અલગ-અલગ જિલ્લામાં આ કાર્યક્રમની ઉજવણી કરવા માટેની જવાબદારી સોંપાઈ હતી પરંતુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી કોઈ જગ્યાએ દેખાયા નથી કેવડિયા ખાતેના મુખ્ય કાર્યક્રમમાં સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણીયા હાજર રહ્યા હતા અન્ય નેતાઓ પણ હતા પરંતુ જીતુભાઈ વાઘાણી ક્યાંય નજરે પડતા ન હતા સુત્રો જણાવે છે કે દિલ્હી ભાજપના નેતાઓ જીતુભાઈ વાઘાણી ની નીતિ રીતિ થી નારાજ છે જેને કારણે ભાજપ હાઈકમાન્ડે જીતુભાઈ ને મહત્વ આપવાનું ઓછું કરી દીધું છે.
રાજ્યમાં વિવિધ સ્થળોએ જે કાર્યક્રમો યોજાયા હતા તેમાં પણ જીતુ વાઘાણી કોઈ જગ્યાએ દેખાયા ન હતા સુત્રો જણાવે છે કે નર્મદાના આ કાર્યક્રમ માંથી સરકાર દ્વારા જ જીતુભાઈ વાઘાણીને સાઈડમાં કરી દેવાયા હતા જેના ભાગરૂપે તેમને કોઈપણ જવાબદારી આપવામાં આવી ન હતી.
આટલા મોટા કાર્યક્રમમાં શા માટે જીતુભાઈ વાઘાણી હાજર ન રહ્યા તેનું કારણ જાણવા માટે જીતુભાઈ વાઘાણીનો સંપર્ક કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે મારી તબિયત બરાબર નથી હું વડાપ્રધાનનું સ્વાગત કરવા એરપોર્ટ ગયો હતો. તેમજ વડાપ્રધાન દિલ્હી ગયા ત્યારે પણ તેમને મૂકવા માટે હું એરપોર્ટ પર ગયો હતો એ સિવાય અન્ય કોઇ કાર્યક્રમમાં હું હાજર રહ્યો ન હતો.