ગાંધીનગરગુજરાત

નવા ટ્રાફિક નિયમ: ગુજરાતીઓની નવરાત્રી સુધરી, સરકારે કરી મોટી જાહેરાત

ગાંધીનગર :

રાજ્યમાં નવા ટ્રાફિક વ્હીકલ એક્ટને લઇને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારે આખા દેશમાં નવો નિયમ બહાર પાડ્યા બાદ અમુક ભાજપ શાસિત રાજ્યોએ તેમાં છૂટછાટ આપી છે.

ગુજરાતમાં પણ નવા ટ્રાફિક વ્હીકલ એક્ટને લઇને ભારે વિરોધ જોવા મળ્યો હતો. જેના કારણે આજે વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદૂએ આજે એક પત્રકાર પરિષદ કરીને ગુજરાતવાસીઓને રાહતના સમાચાર આપ્યા હતા. નવા મોટર વ્હિકલ એક્ટને લઇને બીજા 15 દિવસ (15 ઓક્ટોબર) સુધી મુદ્દત લંબાવાઇ છે.

નવા 900 પીયૂસી સેન્ટરો ખોલવામાં આવશે. હેલ્મેટ, પીયુસી અને લાયસન્સને લઇને 15 દિવસની મુદ્દત લંબાવાઇ છે. મંત્રીએ જણાવ્યું કે, 10 દિવસમાં પીયૂસી સેન્ટરો ખોલવામાં આવશે. હાલ રાજ્ય સરકારે ટેન્ટર પ્રક્રિયા શરૂ કરી દીધી છે

વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદૂની મહત્વપૂર્ણ જાહેરાતો:

*નવા મોટર વ્હિકલ એક્ટની અમલવારી લંબાઈ
*રાજ્યમાં હવે નવા નિયમનું પાલન 15 ઓકટોબરથી
*નવા 150 PUC સેન્ટર ખોલવામાં આવશેઃ ફળદુ
*વાહનોની PUC કઢાવવાની તારીખમાં વધારો કરાયો
*15 ઓકટોબર સુધી હેલ્મેટના દંડની મુદત લંબાવાઈ
*PUC માટે પંદર દિવસની સમય મર્યાદા વધારાઈ
*નવા વાહનો ખરીદનારને હેલ્મેટ ફ્રી આપવામાં આવશે
*વાહન ખરીદનારને ISIના માર્કાવાળા હેલ્મેટ આપવા પડશે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x